Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ગુજરાતમાં મોટા પ્રમાણમાં રસીકરણ ગૌરવરૂપ : અમિતભાઇ

ગાંધીનગર પાસે અડાલજમાં કોમ્યુનીટી સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીનું ઉદ્બોધન : નરહરિ અમીનના ટ્રસ્ટની પ્રવૃત્તિને બીરદાવી

ગાંધીનગર પાસે સ્વામિનારાયણ મંદિર અડાલજ ખાતે કોમ્યુનીટી સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે થયેલ તે પ્રસંગની તસ્વીરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સંસ્થાના ટ્રસ્ટી નરહરિ અમીન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૧૩ : સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ - અડાલજ દ્વારા સંચાલિત શારદા મણી કોમ્યુનિટી સેન્ટરનું ઉદઘાટન ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નવસારીનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ સી. આર. પાટીલ તેમજ રાજય કક્ષા મંત્રી ગૃહ પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર પ્રદેશ ભાજપનાં પદાધિકારીઓ, ધારાસભ્યો, ગાંધીનગરનાં ભાજપનાં આગેવાનો, ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ, અડાલજ ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નરહરિ અમીન (સંસદસભ્ય, રાજયસભા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શ્રી સ્વામિનારાયણ મંદિરનાં ટ્રસ્ટીશ્રી) એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સૌપ્રથમ વાર નવા અલગ સહકાર મંત્રાલયની રચના કરી અને ગુજરાતનાં વર્ષોથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ અને આ ક્ષેત્રનાં પ્રશ્નોથી સારીરીતે વાકેફ એવા ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને આ જવાબદારી આપીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.

શ્રી અમિતભાઈ શાહએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે ઘણાં સમય પછી અડાલજમાં આવીને મને ઘણો આનંદ થયો છે. અડાલજની વાવ સમગ્ર દુનિયામાં પ્રસિદ્ઘ છે. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે અડાલજની વાવનું સમગ્ર વિશ્વમાં માર્કેટિંગ કર્યું હતું. અને આ વાવનાં કારણે અડાલજ ગામની આગવી ઓળખ ઊભી કરી છે. જેના પરિણામે દેશ-વિદેશનાં પ્રવાસીઓ અહીં આવતા થયા છે. વધુમાં જણાવ્યું કે હું અને નરહરિભાઈ સામ-સામે પણ લડ્યા છીએ અને છેલ્લાં ૯ વર્ષથી સાથે પણ લડ્યા છીએ. નરહરિભાઈ જાહેર જીવનમાં પણ ઝઝૂમવાની પ્રવૃત્ત્િ। વાળા વ્યકિત છે મેં એમને મેદાન છોડતા નથી જોયું, તેઓ એક ટફ ફાઇટર છે અને જે કામ હાથમાં લે તે પૂરૂ કરે છે અને એક લડાક નેતા છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા નવનિર્મિત આ અધ્યતન સુવિધા વાળા કોમ્યુનિટી સેન્ટર જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવા માટે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ શ્રી નરહરિભાઈ અમીન અને શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજનાં ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપું છું. વધુમાં અમદાવાદ અને ગુજરાતમાં ખૂબ સારા પ્રમાણમાં લોકો કોરોના વેકિસન લઈ રહ્યા છે. તે સારી વાત છે. તો પણ ઘણી જગ્યાએ વેકિસન માટે જાગૃતિની જરૂર છે. બધા લોકો રસી લે તે માટે આવી સામાજિક સંસ્થાઓએ આગળ આવવું જોઈએ અને લોકોને રસી અચૂક લે તે માટે સમજાવવા જોઈએ. તેઓશ્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો માટે જૂન-૨૦૨૧ થી પાંચ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ યોજના હેઠળ વ્યકિત દીઠ પાંચ કિલો અનાજ વિતરણની જે યોજના જાહેર કરી છે. તેનો પૂરેપૂરો લાભ સાચા માણસ સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે પણ આવી સામાજિક સંસ્થાઓએ પ્રયત્નો કરવા જોઈએ અને આજુબાજુના ગામોનાં લાભાર્થીઓને તેનો લાભ મળે તે માટે આગળ આવવું જોઈએ. અડાલજ નો વિસ્તાર મારા મત વિસ્તારની બાજુમાં આવેલો છે. આ કોમ્યુનિટી સેન્ટરની સુવિધાનો લાભ અડાલજ અને તેની આજુબાજુનાં ગામો અને મારા મત વિસ્તારના લોકોને પણ મળશે તે આનંદની વાત છે.

તદુપરાંત, રાજયસભાના સંસદસભ્ય  નરહરેભાઈ અમીનની કામ કરવાની ક્ષમતા અને શૈલીની પ્રશંસા કરતાં ઉમેર્યું કે તેઓ જે કામ હાથ પર લે છે તેને હમેશા પૂરું કરે છે અને સામે આવતા પડકારોથી નેરાસ થવાને બદલે છેલ્લી ઘડી સુધી આ પડકારોનો સામનો કરી તેમાથી બહાર આવવાની ક્ષમતા ધરાવે છે.(૨૧.૯)

નરહરિ અમીન મજબૂત લડવૈયા, શકિતને બિરદાવતા અમિતભાઇ

રાજકોટ : ગાંધીનગરના અડાલજમાં સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે કોમ્યુનીટી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે ટ્રસ્ટના ટ્રસ્ટી અને સાંસદની ક્ષમતાને બિરદાવતા જણાવેલ કે, નરહરિભાઇ અમીન એક ટફ ફાઇટર છે. પહેલા અમે વર્ષો સુધી સામે લડયા, હવે સાથે લડીએ છીએ. જે કામ હાથમાં લયે છે તે પૂરૃં કરે છે. મેં તેમને કદી મેદાન છોડતા જોયા નથી.(૨૧.૮)

કોમ્યુનીટી સેન્ટરની વિશેષતાઓ

.   ગ્રાઉન્ડ ફલોર હોલ     : ૧૧૦૦ વ્યકિત (૧૦૦૦૦ ચો. ફૂટ)

.   ફર્સ્ટ ફલોર હોલ        : ૧૧૦૦ વ્યકિત (૧૦૦૦૦ ચો. ફૂટ)

.   ફુલ્લી ફર્નીશ્ડ ગેસ્ટ રૂમ : ૧૨*૨૨ (૩૦૦ ચો. ફૂટ)

.   વેઇટેગ રૂમ ગ્રાઉન્ડ ફલો૨     : ૩૦ વ્યકિત (૫૦૦ ચો. ફૂટ)

.   વેઇટિંગ રૂમ ફર્સ્ટ ફલોર : ૩૦ વ્યકિત (૫૦૦ ચો. ફૂટ)

(11:32 am IST)