Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અષાઢી બીજ રથયાત્રાના દિને જગન્નાથ ભગવાન, બળદેવજી અને સુભદ્રાબેનને શણગારેલ રથમાં બેસારી છારોડી SGVP ગુરુકુલ પરિસરમાંજ બેન્ડવાજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી

અમદાવાદ તા. ૧૩ શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે  શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે છેલ્લા ૧૪ વર્ષ થયા પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

         પરંતુ આ વરસે કોરાના મહામારીના કારણે પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા બંધ રાખેલ છે તેને બદલે મેમનગર ગુરુકુલમાં શ્રી જગન્નાથ ભગવાનનું પૂજન કરી છારોડી ગુરુકુલના પરિસરમાં જ રથને શણગારી રથમાં જગન્નાથ ભગવાન, બળદેવજી અને સુભદ્રાબેનને પધરાવી વિદ્વાન શ્રી રામપ્રિયજી અને પ્રધાનચાર્ય અર્જુનાચાર્યજી તથા લક્ષ્મીનારાયાણજીએ મંત્રગાન સાથે પૂજન કરાવ્યુ હતું અને ત્યારબાદ  છારોડી ગુરુકુલ પરિસરમાં જ રથયાત્રા રુપે ફરી હતી.

રથયાત્રામાં ઠાકોરજી અને ગુરુકુલના આદ્ય સંસ્થાપક શા. ધર્મજીવનદાસજી સ્વામીની ચિત્ર પ્રતિમાનો રથ તથા સંતોના રથ સાથે જગન્નાથ ભગવાનના રથનું પરિસરમાં વિવિધ સ્થળોએ સ્વાગત કરી આરતી-પૂજન કરવામાં આવ્યું હતું.

         શરુઆતમાં જ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતોએ ભગવાન જગન્નાથજીનું પૂજન કર્યું હતું. અમેરિકાથી ડો. વિજયભાઈ ધડુકે પહિંદ વિધિ કરી બેન્ડવાજા સાથે સંતોએ રથને ખેંચી પ્રસ્થાન કરાવ્યુ હતું. ત્યારબાદ અન્ય યુવાનોએ રથને ખેંચી પરિસરમાંજ ફર્યા હતા. તથા સર્વે ને મગ, જાંબુ, ખારેક અને ચોકલેટનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

(1:29 pm IST)