Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અમદાવાદની જીટીયુ યુનિવર્સિટીને અમેરિકાની એજીલન્‍ટ ટેક્‍નોલોજીસ દ્વારા અદ્યતન આરટીપીસીઆર મશીનની ભેટઃ કોરોના ઉપરાંત સ્‍વાઇન ફલુ, ટીબી, થેલેસેમિયા સહિતના ટેસ્‍ટ કરી શકાશે

અમદાવાદ: દેશભરમાં જોવા મળેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કરેલી કામગીરીને બિરદાવવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થા હોવા છતાં GTU એ પોતાની પાસે રહેલા RTPCR મશીનનો ઉપયોગ કરી જે સામાજિક જવાબદારી નિભાવી કોરોના ટેસ્ટ (Corona Test) કર્યા એ અંગેની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે.

USA ની એજીલન્ટ ટેક્નોલોજીસ દ્વારા GTU ને 29 લાખ રૂપિયાનું અદ્યતન RTPCR મશીન ભેટ આપવામાં આવ્યું છે. GTU ને ભેટમાં મળેલા RTPCR મશીનના માધ્યમથી કોરોના ટેસ્ટ  સિવાય સ્વાઇન ફલૂ, ટીબી (TB), થેલેસેમિયા, જિન એક્સપ્રેશન સ્ટડીઝ, બેક્ટેરિયા - વાયરસ કે ફંગસનો લોડ જાણી શકાય તે પ્રકારના ટેસ્ટ કરી શકાશે.

સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખી GTU એ કરેલી કોરોના ટેસ્ટિંગની કામગીરીને ધ્યાને લઇ 29 લાખ રૂપિયાનું RTPCR મશીન ભેટ આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ - મે મહિનામાં જ્યારે મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવ્યા હતા તે સમયે GTU એ 3 હજાર જેટલા ટેસ્ટ કર્યા હતા જેમાંથી 1200 જેટલા કેસો પોઝિટિવ આવ્યા હતા.

(4:16 pm IST)