Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સુરતના અડાજણ હનીપાર્ક ચાર રસ્તા નજીક નાણાકીય લેતીદેતી મામલે શખ્સનું અપહરણ કરી માર મારતા ત્રણ વિરુધ્ધ ગુનો દાખલ

સુરત: શહેરનાઅડાજણ હનીપાર્ક ચાર રસ્તા સ્થિત સુમનઘટા એપાર્ટમેન્ટમાં રહેતા જીગર રાજુ બારોટનું નાંણાકીય લેતીદેતીના વિવાદમાં ગત રોજ બે યુવાનોએ અપહરણ કરી ગોંધી રાખી માર મારી મુક્ત કરી દીધો હતો. આ પ્રકરણમાં જીગરની અડાજણ પોલીસ સ્ટેશનમાં અપહરણકારોનું પગેરૂ મેળવવા પુછપરછ ચાલી રહી હતી. ત્યારે ઉશકેરાયેલા જીગરે કોન્સ્ટેબલ અલસીંગ મોતીભાઇને તમાચો મારી દીધો હતો. આ પ્રકરણમાં પોલીસે જીગર અને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર તેની માતા સીમા બિશ્વાસ અને પિતા તપન ઉર્પે ગોપાલ બિશ્વાસ વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી. જયારે ગત મોડી રાત્રે જીગર બારોટે અપહરણ અંગે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જીગરે જણાવ્યું હતું કે તેણે ઉછીના લીધેલા રૂ. 25 હજારની ઉઘરાણી માટે રણજીત મોરી તેના મિત્ર સાથે ઘરે આવ્યો હતો.

પરંતુ પોતાની પાસે રૂપિયા નહીં હોવાથી આપવાનો ઇન્કાર કરતા જબરજસ્તી બાઇક પર બેસાડી અપહરણ કરી જહાંગીરપુરા સ્થિત એક્ઝોટીકા મોલમાં ચંદુભાઇ નામની વ્યક્તિની ઓફિસમાં લઇ જઇ ત્યાં ગોંધીરાખી માર માર્યો હતો. જેને પગલે પોલીસે રણજીત મોરી અને તેના મિત્ર તથા ચંદુભાઇની શોધખોળ હાથ ધરી છે.

(6:25 pm IST)