Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વડોદરાના લુણાવાડા હાઇવે નજીક સતત 24 કલાકના ધમધમાટ વચ્ચે બે ડમ્પરમાંથી ટાયરોની ચોરી કરી અજાણ્યા ઈસમો છનનન.....

વડોદરા:શહેરા લુણાવાડા હાઈવે સતત ૨૪ કલાક વાહનોથી ધમધમતો હોય છે ત્યારે રવિવારની રાત્રે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની બાજુમાં ઉભેલા બે ડમ્પરના ટાયરોની ચોરી કરી અજાણ્યા ઈસમો પલાયન થઈ ગયા હતા.

અજાણ્યા શખ્સોએ બંને ડમ્પરોના પાછળના ભાગના આઠ ટાયરોની ચોરી કરી ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ ડમ્પરના માલિકે પોલીસને કરતા તેઓ ઘટના સ્થળ પર આવી જરુરી કાર્યવાહી કરી ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:28 pm IST)