Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજ્ય ના ૨૨૧ તાલુકાઓમાં સટાસટી બોલવતા મેઘરાજા

આજે સવાર 6 વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા સુધીમાં જામ્બુઘોડા,માંડવી અને પારડી 6 ઇંચ,ગણદેવી 5.5 ઇંચ ,ડેડીયાપાડા અને ચીખલી 5 ઇંચ વરસાદ નોંધાયો

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી)  : જન્માષ્ટમી ના પાવન પર્વ ના દિને મેઘરાજા આજે સવારથી રાજ્ય ના અનેક વિસ્તારો માં સટાસટી બોલાવી રહ્યા છે જેને પગલે ઝરમર થી 6 ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે એકંદરે મેઘરાજાએ દક્ષીણ ગુજરાત પંથક માં વરસાવી હોવાનું જણાય છે
   ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યા થી લઇ આજે રાત્રી ના ૮ વાગ્યા સુધી માં રાજ્ય માં  નોંધાયેલા વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ..
  જામ્બુઘોડા ૧૫૪ મીમી ,માંડવી ૧૪૯ મીમી,પારડી ૧૪૪ મીમી,ગણદેવી ૧૩૫ મીમી ,ડેડીયાપાડા ૧૨૫ મીમી,ચીખલી ૧૧૫ મીમી,વાંસદા ૧૧૨ મીમી,સિદ્ધપુર ૧૧૦ મીમી,ખેરગામ 100 મીમી,સોનગઢ 98 મીમી ,વઘઈ અને બારડોલી ૯૫-૯૫ મીમ્મી,અંકલેશ્વર અને હાંસોટ ૯૪-૯૪ મીમી,મહુવા અને વાલોડ ૯૧-૯૧ મીમી,ઇડર ૯૦ મીમી,ડોલવણ અને વલસાડ ૮૫-૮૫ મીમી,જેતપુર પાવી અને ધરમપુર ૮૪-૮૪ મીમી ,વિજાપુર અને ઉમરગામ ૮2-82 મીમી,વ્યારા ૮૧ મીમી,માંગરોળ ૭૫ મીમી,ચોર્યાસી અને કપરાડા ૭૩-૭૩ મીમી,વાપી ૭૨ મીમી,નેત્રંગ ૭૧ મીમી,ધાનપુર,સુબીર અને ઉમરપાડા ૭૦-૭૦ મીમી,ભરૂચ ૬૯ મીમી,સુરત સીટી ૬૪ મીમી,ગરબાડા,આહવા અને સરસ્વતી ૬૨-૬૨ મીમી,ઊંઝા,પલસાણા અને વડોદરા ૬૧-૬૧ મીમી વરસાદ નોંધાયો છે.
    આ ઉપરાંત મહેમદાવાદ ૫૯ મીમી,પાટણ ૫૮ મીમી,વગર,નડિયાદ અને લોધિકા ૫૭-૫૭ મીમી,ઝઘડિયા અને બોડેલી ૫૫-૫૫ મીમી,કઠલાલ અને ઓલપાડ ૫૪-૫૪ મીમી,વિસનગર ૫૩ મીમી,ખેડા અને માતર ૫૧-૫૧ મીમી,ભાણવડ ૫૧ મીમી ,મુન્દ્રા 50 મીમી,તિલકવાડા,નાંદોદ ,સાગબારા,નવસારી અને ઉચ્ચલ 49-49 મીમી,ભિલોડા અને જલાલપોર ૪૮-૪૮ મીમી,છોટાઉદૈપુર અને શહેરા ૪૭-૪૭ મીમી,દશ્કોઈ ૪૬ મીમી,આમોદ ૪૫ મીમી, વડગામ ૪૩ મીમી,હળવદ ૪૨ મીમી,વાલિયા ૪૧ મીમી અને મોરબી ૪૦ મીમી વરસાદ નોંધાયા છે..
   જયારે બોટાદ અને વાસો ૩૯-૩૯ મીમી,સંખેડા,કરજણ અને પાદરા ૩૮-૩૮ મીમી,મહુધા,મહેસાણા અને હિંમતનગર ૩૭-૩૭ મીમી ,દ્દેવ્ગઢ-બારિયા,સંજેલી અને ગોંડલ ૩૪-૩૪ મીમી,કામરેજ અને સિનોર ૩૩-૩૩ મીમી,ગરુડેશ્વર ૩૧ મીમી,ગલતેશ્વર,ખેરાલુ અને કોટડા-સાંગાણી ૩૦-૩૦ મીમી,શિહોર અને નિઝર ૨૯-૨૯ મીમી,કાંકરેજ અને હાલોલ 28-28 મીમી,ઘોઘા,બરવાળા,જોડિયા અને સંતરામપુર ૨૭-૨૭ મીમી,બાલાસિનોર અને દસડા 26-26 મીમી,અને ધોળકા,વડનગર અને વાઘોડિયા ૨૫-૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૧૨૧ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ 24 મીમી સુધી નો વરસાદ નોંધાયો છે.

(9:30 pm IST)