Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજપીપળા પાલિકાના કચરો ઉઘરાવતા વાહનમાં ગીત વગાડવાના નવતર અભિગમને લોકોએ પસંદ કર્યો

અન્ય શહેરો કરતા ૬ મહિના બાદ રાજપીપળા નગર પાલિકાએ આ અભિગમ અપનાવ્યો પણ માત્ર ગીત વગાડવાથી સમસ્યા હલ નહિ થાય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા વાહનનો માં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે જેમાં કચરા વાળા આયા તેવું ગીત વગાડવામાં આવે છે તે અભિગમ લોકો ને પસંદ આવ્યો છે.
રાજપીપળા નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જતા વાહનો માં લાઉડસ્પીકર માં ગીત વગાડવાનો નવો અભિગમ અપનાવામાં આવ્યો છે જેના કારણે શહેરની શેરી,મોહલ્લા માં રહેતા લોકોને દુરથીજ ગીત સંભળાતા કચરો લેવા વાહન આવી રહ્યું છે તેવી જાણ થઈ જાય જેથી ઘર માં કામ કરતી મહિલાઓ આ બાબતે તૈયાર રહે.

જોકે અગાઉ કચરો ઉઘરાવવા આવતા વાહન માંથી વિસલ વગાડી કે બુમો પાડી લોકોને કચરો નાખવા જાણ કરાતી હતી ત્યારે હાલ આ ગીત વગાડવાના નવતર અભિગમ ને લોકો આવકારી રહ્યા છે.પરંતુ વિસલ હોય કે ગીત જો પાલીકા દ્વારા નિયમિત અને દરેક શેરી-ગલીઓ માં કચરો લેવાશે તો જ આ બાબત સફળ થશે નહિ તો કેટલાક વિસ્તારો માં વાહન નહિ જાય તો ત્યાંના લોકો ગટર માં કે અન્ય જગ્યાઓ પર ઘર નો કચરો નાખશે તે બાબત પણ નજર અંદાજ ન કરી શકાય

આ બાબતે રાજપીપળા શહેર ના જાગૃત નાગરીક વિજયભાઈ રામી ના જણાવ્યા મુજબ ગીત વાળી પદ્ધતિ અન્ય શહેરો માં ૬ મહિના પહેલા શરૂ થઈ છે રાજપીપળા નગર પાલિકા એ આ બાબત ૬ મહિના બાદ શરૂઆત કરી છતાં અભિગમ સારો જ છે પરંતુ આખા શહેર માંથી કચરપેટીઓ હટાવી લેવાઈ હોય જો નિયમિત અને દરેક ઠેકાણે વાહનો નહિ ફરે તો લોકો કચરો ગમે ત્યાં નાખશે જેના કારણે ગંદકી થશે માટે આ અભિયાન નિયમિત જળવાઈ તે પણ એટલુંજ જરૂરી છે.

(10:11 pm IST)