Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં ગત રાત્રે વીજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ: અનેક લોકોના ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાયા

આખા શહેરમાં આડેધડ લટકતી વીજ લાઈનોના કારણે વારંવાર શોર્ટ સર્કિટ અને આગના બનાવો બનવા છતાં વીજ કંપની દ્વારા લટકતા વાયરો યથાવત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માં ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા વારંવાર પ્રિ મોન્સૂન કામગીરી માટે આખો આખો દિવસ વીજ પુરવઠો બંધ રખાયો હોવા છતાં મામુલી વરસાદમાં પણ વીજળી ના ધંધિયા બાદ જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ જેમાં કલેકટરે તાબડતોબ વીજ કંપનીના અધિકારીઓને બોલાવી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા કેટલા દિવસ લાગશે તેવો કલેક્ટરે સવાલ પૂછતાં ત્રણ દિવસમાં તકલીફ દૂર થશે ની વાત બાદ વીજ ગુલ થવાની તકલીફમાં મોટી રાહત થઈ હતી 

 પરંતુ ગત રાત્રે સિંધીવાડ વિસ્તારમાં અચાનક શોર્ટ સર્કિટ થયું જેમાં અમુક વાયરો માં આગ પણ લાગી ત્યારબાદ આખા વિસ્તાર માં અંધારપટ છવાઈ ગયો હતો જોકે આ શોર્ટ સર્કિટ માં અનેક ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાયા હતા જ્યારે અમુક ઘર નું વાયરિંગ બળી ગયું હોવાનું પણ જાણવા મળ્યું જેમાં આ સ્લમ વિસ્તાર માં રહેતા ગરીબ પરિવારો ને મોટું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું હતું.

(10:20 pm IST)