Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ સર્વત્ર વરસાદી માહોલ જામ્યો

સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ,દાદરા નગરહવેલી, સુરત, ડાંગ, બનાસકાંઠા, તાપી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાએ તેની મહેર વરસાવી છે. આવુ જ વાતાવરણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં લગભગ દરેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેસરને કારણે આવનારા દિવસોમાં આ વરસાદ વધુ જોર પકડે તેવી પૂરી સંભાવનાઓ છે. આપને જણાવી દઇએ કે, 2 જેટલી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય છે. રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમા સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ,દાદરા નગરહવેલી, સુરત, ડાંગ, બનાસકાંઠા, તાપી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે આગાહીનાં કારણે 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(9:42 am IST)