Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુરત રેન્જ ઓપરેશન ગ્રુપનો નવસારી જિલ્લામાં સપાટો , દારૂનો મોટો જથ્થો પકડ્યો

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની સુચનાથી રેન્જ ઓપરેશન ટીમના પીએસઆઈ જી.આર.જાડેજાના માર્ગદર્શનથી ટીમના યુવરાજસિંહ , શક્તિસિંહની સફળ કામગીરી

(કાર્તિક બાવીશી દ્વારા) સુરત રેન્જ ઓપરેશનની ટીમને બાતમી મળેલ કે સેલવાસ નરોલી ખાતે રહેતા રાહુલ સહાની એક કથાઈ  કલરના બંધ બોડીવાળા ટાટા ટેમ્પો નંબર MH-04JU -6540માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપેલ છે. અને જે ટેમ્પો નવસારીથી વડોદરા ખાતે જનાર છે.

  આ બાતમીના આધારે ખડસુપા બોર્ડિંગ નેશનલ હાઇવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચમાં હતા.દરમ્યાન બાતમીમાં જણાવેલ ટાટા ટેમ્પો નંબર MH-04JU -6540 આવતા ટેમ્પોના ચાલકને ટેમ્પો ઉભી રાખવા ઈશારો કરતા ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો રોડની સાઈડમાં ઉભી રાખી ટેમ્પોચાલક સીટ પર એક શખ્શ બેઠેલો હતો.તેને નીચે ઉતારી નામ પૂછતા તેને પોતાનું નામ મહેન્દ્ર માંગુપૂરી ગોસ્વામી( રહે. દેવરીગામ,  થાણા-નિકુંમ તાલુકો બડીસાદડી, જિલ્લો  ચિત્તોડગઢ , રાજસ્થાન) હોવાનું જણાવેલ.જેને સાથે રાખી તેમાં તપાસ કરતા તેમાંથી 280 ખાખી પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલી નંગ -5592 કિમંત 17,80,800 તેમજ ટાટા ટેમ્પો , મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂ 27,86,230નો મુદ્દામાલ કબ્જે  કરવામાં આવેલ હતો.

 મહેન્દ્ર ને વધુ પૂછપરછ કરતા મહેન્દ્ર જણાવેલ કે ઇંગ્લીશ દારૂનો જથ્થો દેવીલાલ ખરોલ ઉર્ફે  રાહુલ નામના વ્યક્તિએ વાપી ખાતેથી દારૂ ભરેલ ટેમ્પો આપેલ હતો.અને આ ટેમ્પો વડોદરા ખાતે ભગતસિંગ રાજપૂતને આપવાનું હોવાનું જણાવ્યું હતું. જેથી આ બાબતે હે.કોન્સ્ટેબલ શક્તિસિંહ સુખદેવસિંહ પકડાયેલ મહેન્દ્ર તથા વોન્ટેડ આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતા નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જેની વધુ તપાસ પોલીસ કરી રહી છે. રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન બે નંબરી ધંધા કરનારને છોડતા પણ નથી અને તેને કાયદાના પાઠ ભણાવે પણ છે.

(10:35 am IST)