Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજપીપળા ખાતે અભયમ દ્વારા મહિલા કાનૂની દિવસની વેબિનારથી ઉજવણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણીના ભાગરૂપે અભયમ 181 મહિલા હેલ્પલાઇન નર્મદા જિલ્લાનાં બસ સ્ટેશન પાસે વેબિનારના માધ્યમથી મહિલા કાનૂની દિવસની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં સિટી કોર્ટના ડિસ્ટ્રિક્ટ જ્જ ર્ડો.જ્યોસ્નાબેન યાજ્ઞિક મેડમે વેબિનારના માધ્યમથી માહિતી આપતાં જણાવ્યુ હતું કે ભારતીય બંધારણમા નાગરિકોને જે અધિકાર આપવામાં આવ્યો છે તેમાં મહિલાઓ માટે મફત કાનૂની સહાય મેળવવાનો, ભરણપોષણ મેળવવાનો, સામાન ન્યાય મેળવવાનો અંગે ની વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત તેઓ એ ઘરેલુ હિંસા,મૈત્રી કરાર,દહેજ વિરોધી કાયદો, આપઘાત મા દુગ્ધરણા વગેરે બાબત ની મહત્વ ની જાણકારી પણ પુરી પાડી હતી.

(10:50 am IST)