Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુરતના ભેસ્તાન વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરનો સાગરીત 15 હજારની લાંચ લેતા એલસીબીના હાથે ઝડપાઇ ગયો

સુરત: શહેરના ભેસ્તાન વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર સતીશ પટેલનો સાગરીત રૂ.15 હજારની લાંચ લેતા એસીબીના હાથે ગતરોજ ઝડપાઇ ગયો હતો

બાંધકામ કરી રહેલા એક વ્યક્તિને તમારૂ બાંધકામ ગેરકાયદેસર છે જો તમે લાંચની રકમ આપો તો ડીમોલેશન કરાવી દઈશ તેવી ધમકી આપી કોર્પોરેટરે તેના સાગરીત અભીરાજ ઉર્ફે અભી દેવરજન એજવા, ( રહે. ડી- 2/505, સુંદરમ રેસીડન્સીની સામે, જીઆવ રોડ, સુરત ) ને લાંચની રકમ લેવા મોકલતા એસીબીએ કાસારામ સોસાયટીના ગેટની સામે ભેસ્તાન-જીઆવ રોડ ઉપર છટકું ગોઠવી ઝડપી લીધો હતો જ્યારે કોર્પોરેટર સતીષભાઇ ચંપકભાઇ પટેલ ( રહે. પ્લોટ નં. 72/7, આર્દશ નગર સોસાયટી, ભેસ્તાન, સુરત ) ટ્રેપ દરમિયાન નહીં મળતા વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે

(12:12 pm IST)