Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ખેડા જિલ્લામાં લોકડાઉન બાદ જુગાર રમતા 28 ઈસમોને પોલીસે 54 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

ખેડા:જિલ્લામાં જુગારની બદી ચિંતાજનક હદે વધી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. લોકડાઉન બાદના સમયથી નાની, મોટી રકમોના જુગાર રમાઇ રહ્યાના અને પોલીસના દરોડામાં ઝડપાયેલ લોકોની સંખ્યા પરથી દૂષણના વધતા કિસ્સા જોવા મળી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ જુગાર રમવાના સ્થળોએ પોલીસે દરોડા પાડયા હતા. જેમાં કુલ ર૮ વ્યકિતઓની અટકાયત કરીને પ૪૯૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતોનુસાર કપડવંજના તોરણા ગામની સીમમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી ચાર આરોપીઓને દાવ પર રૂ.૧૬૦ અને અંગ જડતીના ૨૩૫૦ મળી કુલ ૨૫૧૦ રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. આરોપીઓમાં મહેન્દ્ર રાઠોડ, ભરતભાઇ બારૈયા, ગોપાલ ભટ્ટ અને રાજેન્દ્ર બિહોલાનો સમાવેશ થાય છે.

(12:13 pm IST)