Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

આંકલાવ તાલુકાના બીલપાડા નજીક સિમ વિસ્તારમાં ટેમ્પિની હડફેટે બાઈક સવાર શખ્સનું મૃત્યુ નીપજ્યું

આંકલાવ તાલુકાના બીલપાડ સીમ વિસ્તારમાંથી ગામના કિશનભાઈ પઢિયાર પોતાનું બાઈક નં. જીજે ૨૩ કે ૯૫૦ લઈને અને પાછળની સીટ પર માનસિંગભાઈ (.. ૫૫)ને બેસાડી જઈ રહ્યા હતા. દરમિયાન સીમ વિસ્તારમાંથી પસાર થતી થ્રી વ્હીલ ટેમ્પી નં. જીજે. ૨૩ એયુ. ૨૭૬૦ ના ચાલકે ટેમ્પી ગફલતભરી રીતે હંકારી બાઈકને અડફેટે લઈ ટક્કર મારી હતી.

 


ટેમ્પીની ટકકરના કારણે બાઈક ચાલક કિશનભાઈ અને પાછળની સીટ પર બેઠેલા માનસિંગભાઈ રોડ પર પટકાયા હતા. જેમાં કિશનભાઈને જમણા પગમાં અને શરીરે ઈજાઓ પહોંચી હતી. જ્યારે માનસિંગ ભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનુંં ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ટેમ્પી ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે સતીશભાઈ જીતસિંગ પઢિયારે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 

(12:15 pm IST)