Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ નજીક ખેડૂત પાસેથી તંબાકુ ખરીદી 1.69 લાખની છેતરપિંડી આચરનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

સોજીત્રા :તાલુકા ત્રંબોવાડ ગામે રહેતા ખેડૂત પાસેથી તમાકુ ખરીદીને તેના બાકી પડતાં .૬૯ લાખ રૂપિયા નહીં ચૂકવીને બે શખ્સોએ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતાં અંગે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સોમાભાઈ રઈજીભાઈ ચૌહાણ ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગત ઠ્ઠી મેના રોજ ભારેલ ગામે રહેતા પટેલ ભુપેન્દ્રભાઈ અને જયેશભાઈ તેમને ત્યાં કાર લઈને આવ્યા હતા અને તમાકુ ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. જેમા એક મણ તમાકુનો ભાવ ૧૨૨૫ નક્કી કરવામાં આવ્યો હતો. ૮મી તારીખના રોજ ટ્રેક્ટરમાં તમાકુ ભરીને આપી હતી જે પેટે ૮૦ હજાર રોકડા ચૂકવ્યા હતા જ્યારે બાકીના ૫૦૭૦૦ બીજી તમાકુ લઈને આવશો ત્યારે આપી દઈશુ તેમ જણાવ્યું હતુ.

(12:14 pm IST)