Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ઓલપાડ તાલુકાના કારેલી ગામે સગીર દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

ઓલપાડ:તાલુકાના કારેલી ગામની સીમમાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા એક પરિવારની સગીરવયની દિકરીને એક યુવક ભગાડી જતા સગીરાની માતાએ ઓલપાડ પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પશુપાલન સાથે જોડાયેલા અને મુળ ઉતર ગુજરાતના એક ગામનો પરિવાર હાલ ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં તબેલાના આવાસમાં રહે છે. પરિવારને એક 16 વર્ષ 5 માસની સગીર વયની દિકરી હતી.

દિકરીને સુધીર યાદવ નામનો એક રબારી સમાજનો યુવક ગત શનિવાર,તા-9 ના રોજ મધરાતે તબેલાના આવાસ નજીકથી ભગાડી ગયો હતો. જેના પગલે સગીરાની માતાએ રવિવારે મોડી સાંજે ઓલપાડ પોલીસ મથકમાં તેની દિકરીનું અપહરણ કરાયું હોવાની પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું કે શખ્સે તેની સગીર વયની દિકરીને લલચાવી, ફોસલાવી,લગ્ન કરવાના ઇરાદે અથવા તો તેનો બદઇરાદો પાર કરવા અપહરણ કરીને ભગાડી ગયો છે. જેના પગલે ઓલપાડ પોલીસે ગુનો નોંધી જિલ્લા એલસીબી, એસઓજી પોલીસ સહિત તમામ પોલીસ મથકોમાં વાયરલેસ અને -મેઇલ મેસેજથી જાણ કરી ગુનાની વધુ તપાસ પોલીસ મથકના પીઆઇ ડી.કે.ચૌધરી કરી રહ્યા છે.

(12:15 pm IST)