Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત રાજ્યના ૬૧,૯૯૧ લોકોની રૂપિયા ૧ લાખ સુધીની અને ૩૬૬૬ લોકોની રૂપિયા ૧ થી ૨ll લાખ સુધીની લોન મંજુર

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સપના સમાન આત્મનિર્ભર ગુજરાત લોન યોજનાનો મધ્યમ વર્ગના લોકોને બહોળા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે. રૂપિયા ૧ લાખની માત્ર ૨ ટકા વ્યાજની લોન માટે અરજી કરવાની છેલ્લી તા. ૩૧ ઓગસ્ટ છે.

રાજ્યના કૃષિ અને સહકાર વિભાગના સચિવ શ્રી મનીષ ભારદ્વાજે અકિલાને જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રાજ્યની સહકારી બેંકો અને મંડળીઓ (૩૯૭)એ ૬૧૯૯૧ અરજદારોની રૂ. ૫૮૦ કરોડ લોન (૧ લાખ સુધી) મંજૂર કરી છે. સૌથી વધુ લોન રાજકોટ નાગરિક બેંકે મંજુર કરી છે. આ બેંક દ્વારા ૧૧,૧૨૦ અરજદારોને રૂ. ૧.૧૦ કરોડ જેટલી રકમ આપવાનું નકકી થયું છે. હજુ અરજીઓ આવવાનું ચાલુ છે. વરાછા સહકારી બેંકે ૫૫૯૬ અરજદારોની ૪૫ કરોડ જેટલી લોન મંજુર કરી છે. રૂપિયા  ૧ થી ૨ાા લાખ સુધીની જામીનવાળી લોન માટે રાજ્યમાં ૩૬૬૬ લોકોના રૂ. ૯૦.૩૨ કરોડ મંજુર થયા છે. આ યોજનામાં અરજદારે ૪ ટકા વ્યાજ ભરવાનું રહે છે. લોન મંજુર થયા પછી ગણતરીની કલાકોમાં જ અરજદારના ખાતામાં જમા થઇ જાય તેવી વ્યવસ્થા છે.

આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત બંને પ્રકારની લોન યોજનામાં સરકારે અરજી કરવાની મુદત ૩૧ ઓગસ્ટથી વધારીને ૩૦ સપ્ટેમબ્ર ૨૦૨૦ સુધીની કરી છે.

(12:41 pm IST)