Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

નર્મદા ભરૂચના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવક વધતા મોટી રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમમાં બે મહિના પહેલા 35 ટકા જ પાણી હતું પરંતુ ચોમાસાની સીઝનમાં ડેમના ઉપરવાસમાં સારો વરસાદ વરસતા  કરજણ ડેમમાં નવા નીર આવવાથી હાલ ડેમની સપાટી 105 મીટર પર પહોંચતા ડેમમાં પાણીની આવક દેખાઈ રહી છે.

 હાલ કરજણ બંધમાં 14000 ક્યુસેક જેટલી પાણીની આવક છે આજે ડેમનું રુલ લેવલ 108.69 મીટર  છે એટલેકે રુલ લેવલથી આ બંધ માત્ર 2.5 મીટર જ દૂર છે ડેમ 55 ટકા ભરાયો છે એમ કહી શકાય ડેમનું આજ નું લાઈવ સ્ટોરેજ 262.73 મિલિયન કયુબિક મીટર  છે એટલેકે આ ડેમ ગત વર્ષ કરતા વધુ ભરાયો છે .

  ડેમ અગત્યનો એટલા માટે પણ છે કે જયારે નર્મદા બંધમાંથી પાણી છોડવામાં નથી આવતું ત્યારે આ બંધ માંથી પાણી છોડી નર્મદા નદીને બે કાંઠે વહેતી કરવામાં આવે છે ત્યારે ગત વર્ષની જેમ જ આ બંધ દ્વારા નર્મદા નદીમાં પણ પાણી છોડી શકાશે સિંચાઈ અને પીવાના પાણી માટે પણ આ બંધ ઉપયોગી થઇ પડશે આજે પાણીની આવક ના પગલે કરજણ ડેમ ના બે જળવિદ્યુત મથકો પણ ચાલુ કરવામાં આવ્યા છે.

(3:49 pm IST)