Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

પતિએ પત્નિના ગુપ્ત ભાગમાં લાલ મરચું ભરતાં ફરિયાદ

ચા બનાવવાની ના પાડતા પતિ ભડક્યો : સાબરમતીની ઘટનામાં પોલીસે આરોપી પતિ, મહિલાની સાસુની વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ : રાજ્યમાં મહિલાને લઈને અનેક મોટી આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં આજે અજીબોગરીબ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં મચ્ચું ભરી દીધું હતું. આ ઘટનામાં પતિએ પત્નીને ચા બનાવવા માટે જણાવ્યું હતું, પરંતુ પત્નીએ ચા બનાવવાની મનાઈ કરતા પતિ ચિડાઈ ગયો હતો અને આ કૃત્ય કરી બેઠો હતો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આ ઘટના નોંધાઈ છે. પોલીસે આરોપી પતિ અને મહિલાની સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં હિન્દુ પરિવાર શીતળા સાતમના તહેવારને ખાસ માને છે. આ દિવસે ઘરના ચૂલાઓ પર જમવાનું બનાવવામાં આવતું નથી. રાંધણ છઠ્ઠે બનાવેલ જમવાનું શીતળા સાતમે ખાવામાં આવે છે.

પોલીસે આ ઘટનામાં જણાવ્યું હતું કે, પીડિતાની સાસુજીએ તેણે ચા બનાવવા માટે જણાવ્યું હતું. પરંતુ પરિણીતાએ શીતળા સાતમે ચૂલો ન સળગાવાયનું કારણ આપીને ચા બનાવવા માટે મનાઈ કરી દીધી હતી. આ વાતને લઈને સાસુ અને વહૂ વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન પતિએ પત્ની સાથે મારઝૂડ પણ કરી હતી.

આ ઘટનામાં પીડિતાએ જણાવ્યું હતું કે, પતિના માર માર્યા પછી ઘરમાં ચા ના બનાવવાનું કહીને બહારથી ચા લઈને આપવાની વાત કરી હતી. તે જેવી ઘરની બહાર નીકળી તો તેના સાસુજી અને પતિએ તેનો પીછો કર્યો હતો. પરિણિતા પોલીસ સ્ટેશને જવાની હતી, ત્યાં રસ્તામાં બન્ને જણાંએ પાછળથી તેના પર પથ્થર ફેંક્યા અને ખેંચીને પાછી ઘરે લઈ આવ્યા હતા.

પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે ઘરમાં આવીને મારો પતિ રોકાયો નહોતો. તેણે મારી સાથે મારા પ્રાઈવેટ પાર્ટમાં લાલ મચ્ચું ભરી દીધું અને ત્યારબાદ ફરીથી મારી સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. તે દિવસે હું દર્દથી તડપતી રહી હતી. મારી હાલત ખરાબ થઈ હતી. બીજા દિવસે પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ આરોપ લગાવ્યા કે, મારો પતિ આ રીતે મને ઘણી વખત શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો હતો. હું દરવખતે પિયર જતી રહેતી અને પછી પરિવારજનો મને સમજાવીને ફરીથી મને સાસરીયે મોકલી દેતા હતા. આખરે મેં પરેશાન થઈને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ફરિયાદ પછી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

(7:45 pm IST)