Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજ્યના પ્રવાસન વિભાગના અગ્ર સચિવ મમતા વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

તેઓ તેમના ઘરમાં સેલ્ફ ક્વૉરન્ટાઇન થયા : તેમનાં IAS પતિ સંજીવકુમાર પણ ક્વૉરન્ટાઇન થઇ શકે

ગાંધીનગર : રાજ્યના પ્રવાસન વિભાગના અગ્રસચિવ મમતા વર્મા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. IAS મમતા વર્માને પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુજરાત કેડરના 1996 બેંચના સિનિયર IAS પ્રવાસન વિભાગના અગ્ર સચિવ મમતા વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. IAS મમતા વર્માને રાજ્ય સરકારે પાટણ જિલ્લાની જવાબદારી સોંપી હતી. તેમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં 2 દિવસથી તેમની તબિયત થોડીક નરમ હોવાને કારણે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો કે જે પોઝિટિવ આવ્યો છે. IAS મમતા વર્માના પતિ પણ IAS સંજીવકુમાર GSPC ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર છે.

IAS મમતા વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ તેમના ઘરમાં સેલ્ફ ક્વૉરન્ટાઇન થઇ ગયા છે. IAS મમતા વર્માના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્ય સચિવાલયમાં કોરોનાના સંખ્યાબંધ કેસો બહાર આવી રહ્યાં છે. સરકારના ઘણાં બધાં અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. કોવિડ-19ની જવાબદારી સંભાળતા પ્રથમ IAS અધિકારીને પણ હવે કોરોના પોઝિટિવ આવ્યો છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યાં અનુસાર IAS મમતા વર્મા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના સિનિયર IAS સુનૈના તોમરને પણ થોડાં સમય પહેલા મુલાકાત કરી હતી.

(8:40 pm IST)