Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ખાનગી સ્કૂલોએ ધો.૧માં RTE હેઠળ ૨૫ ટકા પ્રવેશ આપવો પડશે

રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો : ગરીબ અને વંચિત જૂથના બાળકોને રાઈટ ટૂ એજ્યુકેશન મુજબ ધોરણ ૧માં ૨૫ ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે

અમદાવાદ, તા. ૧૩ : ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ એટલે કે રાઈટ ટૂ એજ્યુકેશન મુજબ ધોરણ ૧ માં ૨૫ ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે. જેને લઈ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પડ્યો છે.

ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિના મૂલ્યે ધો-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. ૧૯થી ૨૯ ઓગસ્ટ દરમિયાન  વેબસાઇટ પર આવેદન કરી શકાશે. ૩૧ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ કે રીજેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રવેશ પ્રક્રિયામાં ૧૧ સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.

આરટીઈ અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે.જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, બાલ ગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, ઇ્ઈમાં સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી ૧૩ કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળશે. બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા દોઢ લાખની આવક મર્યાદા લાગુ પડશે.

(9:43 pm IST)