Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુરત નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા દૂર : રેન્જ વડા રાજકુમાર પાંડિયનના માંર્ગદર્શનમાં સુરતના નવનિયુક્ત મહિલા એસપી ઉષારાડા તથા કામરેજના ડીવાયએસપી ચંદ્રરાજસિંહની કાબિલેદાદ કામગીરી

સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે સુરત નેશનલ હાઇવે પર વાહનોના ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાવવાના પગલે સુરત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા હતા

સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયને આ મામલે અંગત રસ લઈને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન સર્જાઈ  વ્યવસ્થા ગોઠવવા સુરતના મહિલા એસપી વિગેરે સાથે ચર્ચાઓ કરી હતી,સુરતના નવ નિયુક્ત મહિલા એસપી ઉષા રાડા અને કામરેજના વિભાગીય પોલીસ વડા ચંદ્રરાજસિંહ જાડેજાએ ઉપર જાતે હાજર રહીને ટ્રાફિક ક્લિયર કરાવતા વાહન ચાલકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી,

(9:47 pm IST)