Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ખેડૂતોને અસંતોષ થશે નહીં:આર્થિક સહાય ચૂકવવાની જવાબદારી રાજ્ય સરકારે પોતોના માથે લીધી: રૂપાણી

મંત્રીઓ અને ખેડૂત આગેવાનો સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં મુખ્યમંત્રીની જાહેરાત: 33% થી 60% નુકસાન માટે હેકટર દીઠ રૂ20,000 મળશે સહાય

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી)એ કિસાન સહાય યોજનાના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી.તેમણે જણાવ્યું કે ખેડૂતોને અસંતોષ થશે નહીં. તે માટે તેમને આર્થિક સહાય ચૂકવવાની જવાબદારી રાજ્ય સરકારે પોતોના માથે લીધી છે.

 મુખ્યમંત્રી રુપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુ,પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા હાજર રહ્યા હતા. ઉપરાંત પ્રદેશ ભાજપ કિસાન મોરચાનાં પદાધિકારીઓ, રાજ્યભરના ખેડૂત અગ્રણીઓ, સહકારી અગ્રણીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

  મુખ્યમંત્રી રૂપાણીએ આ બેઠકમાં જણાવ્યું કે,રાજ્યના તમામ ખેડૂતોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મામલે ઘણા સમયથી પાક વીમા બાબતે વીમા કંપનીઓની આડોડાઈ, નિયમોની અસંગતતા ને લીધે રાજ્યના ખેડૂતોમાં થઈ રહેલી અસંતોષની લાગણીને સરકારે ધ્યાનમાં લીધી. વાસ્તવિકતાનો અભ્યાસ કર્યો અને વીમા કંપનીઓના ટેન્ડરો રદ કર્યા બાદ રાજ્ય સરકારે ખેડૂતોને સહાય ચૂકવવાની જવાબદારી પોતાના માથે લીધી છે. જેથી રાજ્યના એક પણ ખેડૂતને અસંતોષ ના થાય

ડિજિટલ માધ્યમથી યોજાયેલા આ સંવાદમાં પ્રદેશ મહામંત્રીઓ-અગ્રણીઓ, ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ,સાંસદઓ,પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઇ જેબલીયા, ધારાસભ્યઓ,, કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખ-મહામંત્રીઓ જોડાયા હતા

અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદની કુદરતી આફતની પરિસ્થિતિમાં કોઈપણ જાતનું પ્રીમિયમ કે રજીસ્ટ્રેશન ફી ભરવાની જરુર નથી.

સરળ વ્યવસ્થા દ્વારા ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતોને ખરીફ પાકમાં થયેલ નુકસાનની ટકાવારી આધારે 4 હેકટર સુધી હેકટર દીઠ નક્કી સહાય અપાશે.

-33% થી 60% નુકસાન માટે હેકટર દીઠ રૂ20,000 અને 60%થી વધુ નુકસાન માટે હેકટર દીઠ રૂ.25000 સુધીની આર્થિક સહાય.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતનો ખેડૂત શાણો અને સમજુ છે. તે સુપેરે જાણે છે કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં ભાજપની રાજ્ય સરકારે એક પછી એક વિવિધ ખેડૂત હિતકારી પગલાં લીધા છે. ખેડૂતો માટે અનેક યોજનાઓ કાર્યરત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં વિવિધ પરિણામલક્ષી નિર્ણયો લઇ રહ્યા છે.

તેમણે જણાવ્યું કે દિશાહીન કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે, કોંગ્રેસના પગ નીચેથી જમીન સરકી રહી છે. રાજ્યના ખેડૂતોને ગેરમાર્ગે દોરી કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કરી રહી છે.

કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે PM નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ખેડૂતોના હિતમાં જ્યારે જરૂર પડી ત્યારે વિવિધ ખેડૂતલક્ષી નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ઐતિહાસિક ખરીદી કરવામાં આવી છે.

સીએમ નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, વિવિધ ખેતપેદાશોના ટેકાના ભાવમાં વધારો, નીમ કોટેડ યુરિયા, સોઇલ હેલ્થ કાર્ડ સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને કુદરતી આફતને કારણે થયેલા પાકના નુકસાનનું વળતર આપવા માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી છે તેને ખેડૂતપુત્ર તરીકે હૃદયપૂર્વક આવકારું છું.

 

(9:48 pm IST)