Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

૭૬મા સ્વાતંત્ર્ય દિને રાજ્યપાલના હસ્તે રાજભવન ખાતે ધ્વજવંદન અને એટ-હોમ કાર્યક્રમ યોજાશે

અમદાવાદ :ભારતના ૭૬મા સ્વાતંત્ર્ય દિન-૧૫મી ઓગષ્ટના રોજ ગુજરાતના રાજયપાલ  આચાર્ય દેવવ્રત રાજભવનના પ્રાંગણમાં સવારે ૮-૦૦ વાગે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરશે. ત્યારબાદ તેઓશ્રીના વરદ્ હસ્તે વૃક્ષારોપણ કરાશે.

૭૬મા સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઓગસ્ટના અવસરે રાજયપાલ  આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવન, ગાંધીનગર ખાતે સાંજે ૫–૦૦ વાગે એટ–હોમ "સ્નેમિલન" સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

(9:03 pm IST)