Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગુજરાત ATS નો સપાટો : ભીલાડ બ્રિજ નીચે નજીક 27 લાખના એમડી ડ્રગ્સ સાથે ચાર આરોપી ઝડપાયા

સુરતનો તોસીફ તોયલા સહિત ચારને દબોચાયા : એમડી ડ્રગ્સ મુંબઈના અશરફ અને ભરૂચના સિરાજ સોનવી નામનો આરોપી ડિલિવરી આપવા માટે આવી રહ્યો હતોમુંબઈથી આ જથ્થો લાવીને દક્ષિણ ગુજરાતમાં સપ્લાઈ કરવાનો હતો

અમદાવાદ : ગુજરાત ATSની ટિમે ભિલાડ બ્રિજ નીચે મુંબઈ જવાના સર્વિસ રોડ પર રાધે કાઠિયાવાડી હોટલ પાસેથી 27 લાખના એમડી ડ્રગ્સ સાથે ચાર યુવકની ધરપકડ કરી છે.

એટીએસના પીઆઈ વાય.એમ.ગોહિલની ટીમે બાતમી આધારે તૌસીફ ઉર્ફ તોઈલા ઈકબાલ પટેલ રહે, નેશનલ પાર્ક,સોસાયટી,ભરૂચ, યાહીયા યુનુસ પટેલ રહે,ઈડબ્લ્યુએસ આવાસ,કોસાડ,સુરત, મહમદ અશરફ મહમદ બાબર ખાન રહે, મુંબઇ અને સીરાજ યુસુફ સણવીને એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યા હતા.

એટીએસની ટીમે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ રૂ.27,46,300નું 274.63 ગ્રામ કબ્જે લીધું હતું. આરોપીઓની તપાસમા આ જથ્થો તેઓ મુંબઇ મહારાષ્ટ્રથી લાવ્યા હતા. ડ્રગ્સનો જથ્થો દક્ષિણ ગુજરાતમાં સપ્લાય કરવાનો હતો.

ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે અમદાવાદ શહેરમાંથી એમડી ડ્રગ્સ સપ્લાય કરતી ટોળકીના મુખ્ય સૂત્રધારોને ઝડપી જેલ હવાલે કર્યા છે. અમદાવાદમાં છુટાછવાયા પેડલરો સિવાય લગભગ મોટાભાગના ડ્રગ્સ માફિયા જેલમાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી એમડી ડ્રગ્સનું દુષણ ગુજરાતમાં વિસ્તર્યું હતું. જો કે રાજ્ય સરકાર અને પોલીસ વડા આશીષ ભાટિયાની સખ્ત કાર્યવાહીની સૂચના બાદ પોલીસે એમડી ડ્રગ્સના દુષણને ડામવાના પ્રયાસ હાથ ધર્યા છે.

(10:05 pm IST)