Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વ્યાજખોરોના ત્રાસથી ડીસાના આધેડે ઝેરી દવા પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

રૂપિયાની લેવડદેવડ મામલે મારામારી થતાં ઝેરી દવા ગટગટાવી

બનાસકાંઠાના ડીસામાં વ્યાજે લીધેલા 50,000 રૂપિયાની લેવડદેવડ મામલે મારામારી થતાં એક શખ્સે ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ફરિયાદ નોંધાતા ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

   ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા લઘુમતી સમાજના 2 શખ્સો વચ્ચે પૈસાની લેવડદેવડ મામલે મારામારી થઈ હતી. જેમાં અભુ ગાંચીએ બાબુ કુરેશી પાસેથી 10 ટકાએ 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. જો કે, નાણા લીધા બાદ તે આર્થિક ભીંસમાં આવી જતાં ઉછીના લીધેલા પૈસા પરત આપી શક્યા નહોતા. આ ઉપરાંત ગુરૂવારે વહેલી સવારે વારંવાર ઉઘરાણીથી કંટાળીને બાબુભાઈ કુરેશીએ અભુભાઈ ઘાંચીના ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી હતી. આ વાતચીત દરમિયાન મામલો બિચકતાં બન્ને વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાથી લાગી આવતા અભુભાઈ ઘાંચીએ પોતાના ઘરમાં જોઈએ જેવી પ્રવાહી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

 આ ઘટનાની જાણ થતા જ તેમની પત્ની અને આજુબાજુના લોકો દોડી આવી અસરગ્રસ્ત અભુભાઈને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગેની જાણ થતા ડીસા દક્ષિણ પોલીસ પણ હોસ્પિટલમાં જઇ અસરગ્રસ્ત અભુભાઈ નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરી હતી, તેમજ મારામારી કરનારા વ્યાજખોર શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:58 am IST)