Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બનાસકાંઠાના દિયોદર શિહોરી રોડ પર ઇકો અને રિક્ષા વચ્ચે અકસ્માત: બે યુવકોના મોત

અકસ્માત સર્જાયા બાદ ઈકો ગાડીનો ડ્રાઈવર પોતાની ગાડી મૂકી ફરાર

બનાસકાંઠાના દિયોદર-શિહોરી રોડ પર ઈકો ગાડીએ સામેથી આવી રહેલી રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેઠેલા 2 યુવકોના મોત નિપજ્યાં છે.

  આ અંગેની વિગત મુજબ  દિયોદર-શિહોરી રોડ વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ઇકો ગાડી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં શિહોરી તરફથી આવી રહેલી ઇકો ગાડીએ સામેથી આવતી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેથી રિક્ષામાં સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત સર્જાયા બાદ ઈકો ગાડીનો ડ્રાઈવર પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.

 આ ઘટનાની જાણ થતાં ભીખાજી ઈશ્વરજી ભાટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરતાં દિયોદર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતક સંજય ઠાકોર અને રાજેશ ભાટી બન્ને યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. ત્યારબાદ પોલીસે ફરાર ઇકોગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:08 am IST)