Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સ્ટાર્ટઅપ અને ઇનોવેશન : ગુજરાતની હરણફાળ

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને આવડત અને ક્ષમતા મુજબ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોની જોગવાઇ : કૌશલ્યવર્ધન પર ભાર

રાજકોટ : આજનાં સમયમાં જે દેશ પાસે આર્થિક સંપતિનો પાવર છે તે શકિતશાળી છે. યુએસએસનો જીડીપી -૧૯.૪૮ ટ્રીલીયન ડોલર, ચીનનો જીડીપી -૧૨.૨૩ ટ્રીલીયન ડોલર, અને ભારતનો જીડીપી -૨.૬૫ ટ્રીલીયન ડોલર છે. અમેરિકા પાસે ૧૦૬ ટ્રિલિયન ડોલર (એટલે કે વિશ્વ સંપતિનો ૨૯.૪% હિસ્સો) ચાઇના પાસે ૬૩.૮ ટ્રિલિયન ડોલર અને જાપાન પાસે ૨૪.૯ ટ્રિલિયન ડોલરની સંપતિ છે. જ્યારે ભારત પાસે માત્ર ૧૨.૬ ટ્રિલિયન ડોલર (એટલે કે વિશ્વસંપતિનો ૩.૫% હિસ્સો) છે. યુએસએ પાસે ૮૧૩૪ ટન જર્મની પાસે ૩૩૬૪ ટન અને ચાઇના પાસે ૧૪૪૮ ટન રીઝર્વ છે. જ્યારે ભારત પાસે ૬૫૮ ટન ગોલ્ડ રીઝર્વ છે.

હવે આ દેશો જે આપણા દેશ ભારતથી સમૃધ્ધ છે તેનુ મુખ્ય કારણ છે ટેકનોલોજી. યુએસએ ટેકનોલોજીકલી સુપર પાવર છે અને મોટા ભાગની મલ્ટી બિલિયન ડોલર (એમબીડી) કંપનીઓ જેવી કે ગુગલ, એપલ, માઇક્રોસોફટ વગેરે કે જેનું સમગ્ર વિશ્વ પર સામ્રાજ્ય છે તે યુ.એસ.એની છે. ટેકનોલોજીમાં એ જ દેશો આગળ વધી શકે જે રીસર્ચ અને ઇનોવેશન સતત કરતા રહે અને તેને આગળ વધારતા રહે.

દર દસ લાખ વ્યકિતએ ભારતમાં ૨૫૩, રીસર્ચ થાય છે. જ્યારે ચાઇના ૧૩૦૭, યુએસએમાં ૪૪૧૨, જાપાનમાં ૫૩૩૧, જર્મનીમાં ૫૨૧૨, અને યુકેમાં ૪૬૦૩ જેટલા રીસર્ચ થાય છે.

ભારતમાં રિસર્ચનું સ્તર વધારવા માટે ભારત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. આ માટે ભારત સરકાર દ્વારા ૧૬ જાન્યુઆરી ૨૦૧૬માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી લોન્ચ કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર દર વર્ષે ૨૫૦૦ કરોડ રૂ. આપી રહી છે. જ્યારે આપણે સ્કીલ એજ્યુકેશન, ઉદ્યોગ સાહસિકતા અને ઇનોવેશનને આવનાર વર્ષમાં મહામંત્ર તરીકે અપનાવીશું.

સપ્ટેમ્બર ૨૦૦૩માં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખે જણાવ્યું હતુ કે 'આધુનિક અર્થવ્યવસ્થામાં ફાળો આપવા માટે ૨૦ મી સદીમાં બેન્કો જેટલી મહત્વપૂર્ણ છે એટલી જ મહત્વપૂર્ણ ૨૧ મી સદીમાં યુનિવર્સિટીઓ છે. યુનિવર્સિટીઓમાંથી બહાર પડતી નવીનતાઓ અને સ્ટાર્ટઅપ વૈશ્વિક અર્થવ્યવસ્થાની નવી વ્યાખ્યા આપશે.

  • સ્ટુડન્ડ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP):

*ઓગસ્ટ ૨૦૧૫માં માનનીય વડાપ્રધાનશ્રીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા મિશનની ઘોષણા કરી હતી.

* ત્યારથી, ગુજરાત સરકાર આપણા રાજ્યના યુવાનોને સશકત બનાવવા અને નવીનતા માટે પ્રોત્સાહિત કરવા તરફ પ્રયાણ કરી રહી છે.

* આ માટે વિદ્યાર્થીને પોતાના સ્ટાર્ટઅપ માટે બે લાખ સુધીની ગ્રાન્ટ મળે છે.

* SSIP POLCY ના અમલીકરણ બાદથી આજ દિન સુધી રાજ્યની ૧૨૫ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને કુલ રૂ. ૧૪.૧૧ કરોડ સ્ટાર્ટ -અપ ગ્રાન્ટ પેટે ફાળવવામાં આવેલ છે.

  • Intellectual Property Rights :-

* ૨૦૧૮ આંતરરાષ્ટ્રીય આંકડા જોઇએ તો ચીન દ્વારા ૫૪૨,૦૦૨, યુ.એસ.એ. દ્વારા -૫૯૭ ૧૪૧ જ્યારે ભારત દ્વારા ૫૦ પેટન્ટસ ફાઇલ થયેલ છે. રાજ્યમાં આઇપી લેન્ડસ્કેપને મજબુત બનાવવાના લક્ષ્ય સાથે, રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે ઇકોસિસ્ટમ માટે આઇપી ગાઇડ લાઇન સમર્પિત કરી છે. ગુજરાત એવું પહેલુ રાજ્ય છે કે જે નેશનલ પેટન્ટ ફાઇલિંગ માટે સરેરાશ ૨૫,૦૦૦ આઇએનઆર અને એસએસઆઇપી (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને નવીનતા નીતિ) હેઠળ આંતરરાષ્ટ્રીય પેટન્ટ ભરવા માટે ૧,૦૦,૦૦૦ આઇએનઆર આપે છે અને હાલમાં દર વર્ષે૧૦૦૦થી વધુ નવીનતાને ટેકો આપવોએ ગુજરાતનો લક્ષ્યાંક છે.

*શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઇકોસિસ્ટમનાં તમામ ચાવી રૂપ ખેલાડીઓને, ઉદ્યોગોને, વિદ્યાર્થીઓને દેશના શ્રેષ્ઠ આઇપી નિષ્ણાંતો સમાવિષ્ટ કરવા માટે 'કોમ્પ્રીપ્રેન્સિવ ઓનલાઇન બૌધ્ધિક સંપતિ અધિકાર પ્રમાણપત્ર અભ્યાસક્રમ' કોર્ષ રજૂ કર્યો છે.

  • બહેરા અને મુંગા વ્યકિતઓ વચ્ચે સરળ સંવાદ માટેની ડીજીટલ ડીવાઇસઃ-

* બહેરા અને મુંગા વ્યકિતઓ સાંકેતિક ભાષામાં વાતચીત કરતા હોય છે હાથના ઇશારાઓને સાંકેતિક ભાષામાંથી તેને લખાણમાં તબદીલ કરીને વાકયમાં તબદીલ કરી શકે તેવી ડીવાઇસ વિકસાવવામાં આવી છે. જેથી બહેરા અને મુંગા વ્યકિતઓ વચ્ચે સંવાદ સરળ બને છે.

* આ ડીવાઇસ માટે ટેકનોલોજી ઓફ ઇન્સ્ટ્રીટ્યુટ પટેલ ડી. કરમસદના વિદ્યાર્થીઓને નેશનલ હેકાથોન સ્પર્ધામાં ભારત સરકારના Department of Empowetment of Persons With Disabilities દ્વારા પ્રથમ ઇનામ આપવામાં આવ્યું.

  • કોવિડ-૧૯ના કપરાકાળમાં શરૂ થયેલ સ્ટાર્ટઅપ :-

* થર્મેઇસન્સ ઇનોવેટીવ મેડીકલ કલોથિંગ :- આ સ્ટાર્ટઅપ દ્વારા દર્દીઓ, ડોકટર્સ તથા મેડીકલ સ્ટાફ માટે એવું સ્માર્ટ ફેબ્રીક તૈયાર કરવામાં આવ્યુ જે એન્ટી બેકટેરીયલ હોય તેમને પૂરતુ રક્ષણ આપે અને પહેરવામાં સરળ રહે.

* ઇગ્નીયસ ટેકનોલોજી : આ સ્ટાર્ટઅપ દ્વારા એવા વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યા જે હેન્ડસ ફ્રી હોય, ઓટોમેટીક હોય, બ્લોકેજ અને સંપર્ક તુટી જવાના કિસ્સામાં એલાર્મ વાગે.

* ઓઢવ ઇનોવેશન પ્રા.લિ. : આ સ્ટાર્ટઅપ દ્વારા એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી જે ડ્રોનની મદદથી પેટ્રોલીંગ કરી શકાય. કોઇ માહિતીને બ્રોડકાસ્ડ કરી શકાય જાહેર સ્થળોને સ્ટડીલાઇઝ કરી શકાય.

  • માનવરહિત રેલ્વે ફાટક પર અકસ્માત નિવારણ માટેની ડીજીટલ ડીવાઇસ

*ભારતમાં આશરે ૨૦,૦૦૦થી વધુ રેલ્વે ફાટકો માનવરહિત છે તેમ છતાં ફાટકો પર માણસોમાં અવર જવર દરમિયાન અવારનવાર અકસ્માતો થતા રહે છે.

* જો માનવરહિત ફાટકો પર અગાઉથી ટ્રેન વિષે જાણકારી મળી રહે તો અકસ્માતો ઘટાડી શકાય તેમ છે.

* વડોદરા ઇન્સ્ટીટટ્યુટ ઓફ ટેકનોલોજી વિદ્યાર્થીઓ દ્વારા Radio- Frequency Identification (RFID)નો ઉપયોગ કરી ડીવાઇઝ વિકસાવવામાં આવી  છે.

  • ખેતીના કામ માટે ખેડૂતોની મદદ માટે ઓજારો

* સાલ ઇજનેરી કોલેજ, અમદાવાદના બે વિદ્યાર્થીઓ દ્વારા ખેતીના કામ માટે ઉપયોગી ઓજારો બનાવેલ છે.

* વિદ્યાર્ર્થીઓ દ્વારા બીજ રોપણી તથા ખાતર નાંખવા માટેનું સાધન બનાવવામાં આવેલ છે.ઓછા દ્વારા જેના સમયમાં વધુ જમીનમાં બીજ રોપણી ઉભા Standing Position મશીનથી કરી શકાય છે. તેની રચના સરળ, અને વજન પણ પ્રમાણસર હોવાથી કોઇ પણ વ્યકિત સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે આ મશીનની કિંમત સામાન્ય માણસોને પણ પરવડે તેવી છે.

* સાલ ફૂલેજના વિદ્યાર્થીઓનું આ સાહસ હાલમાં Vinglob Greentech (I) Private Limited નામની એક પ્રાઇવેટ કંપની સ્વરૂપે વિકસેલ છે.

આમ ગુજરાતને અગ્રિમ હરોળનું રાજ્ય બનાવવા સરકાર પ્રયત્નશીલ છે. જો આપની પાસે આઇડિયા હોય તો અને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ. આ પોલિસી તમારૂ ભણતર છોડ્યાનાં પાચ વર્ષ સુધી તેનો લાભ લઇ શકાય છે. જે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપમાં રસ હોય તેમણે સબંધિત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સેન્ટર અથવા કમિશનરશ્રી ઉચ્ચ શિક્ષણ કચેરી ગાંધીનગરનો સંપર્ક કરવા વિનંતી છે. ર્સ્ટાટઅપ અંગેની માહિતી માટે Websiteની લીંક WWW.ihubgujarat.in

આવો ફરીથી ભારતને શકિતશાળી, સમૃધ્ધ અને ક્રમાંક ૧ નંબર પર લાવવા માટે પ્રયત્નની પરાકાષ્ઠા કરીએ. જય હિંદ.

એન.એન. માધુ (GAS)

સંયુકત કમિશનર

ઉચ્ચ શિક્ષણ : ગુજરાત

મો. ૭૬૦૦૧ ૫૦૦૮૦

(1:25 pm IST)