Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બોલતા પોપટનું આકર્ષણ : લોકો વાત કરવા કરે છે પડાપડી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડુમખલ પ્રજાતિના ૩૦ જેટલા

કેવડીયા,તા.૧૩: આમ તો દેશમાં અનેક પોપટની જાતિઓ હોઈ છે પણ બોલતા પોપટની પ્રજાતિ માત્ર નર્મદાના સુલપણેશ્વરના જંગલોમાં જ જોવા મળશે. જો કે જંગલોમાં ડુમખલ પોપટ તરીકે ઓળખાતી પ્રજાતિ ખૂબ ઓછી થઈ ગઇ છે. આ પ્રજાતિના પોપટ કેવડિયા જંગલ સફારીમાં મુકયા છે. જે સૌથી મોટું આકર્ષણ બની રહ્યા છે.

દિવાળી વેકેશનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે કેવડિયા ખાતે જંગલ સફારીનું પણ આકર્ષણ છે. જેમાં જંગલ સફારીમાં લોકોને સૌથી વધુ આકર્ષી રહ્યો છે ડુમખલ પોપટ જેને બોલતા પોપટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પીએમ મોદી દ્વારા જયારે કેવડિયાના જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે તેઓએ ડુમખલના પોપટને હાથમાં લઇ તેની સાથે વાત પણ કરી હતી. જંગલ સફારીમાં આવા ૩૦ જેટલા બોલતા પોપટ છે.

આ ડુમખલ પોપટ સાથે વાત કરવા માટે પ્રવાસીઓ પડાપડી કરી રહ્યા છે. પ્રવાસીઓ કહે છે કે તેઓએ આવા પોપટ પહેલીવાર જોયા છે. અને પોપટ સાથે વાત કરી લોકોને નવાઇ પણ લાગી રહી છે.

(2:49 pm IST)