Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસીએશનના જોઈન્ટ સેક્રેટરી પદે હિરેન મહેતા ચૂંટાયા

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ટેનીસ એસોસીએશનના જોઈન્ટ સેક્રેટરી પદે હિરેન મહેતા ચૂંટાયેલ છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસો.ની એન્યુઅલ જનરલ મીટીંગમાં ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીના હોદ્દેદારોની ચૂંટણી થયેલ. જેમાં ગુ.સ્ટેટ ટેબલ ટેનિસ ઓસોસીએશનના પ્રમુખ પદે વિપુલ મીમા (સિનિ. આઈએએસ), ચેરમેન પદે મીલીન તોરવાલે (આઈએએસ), કચ્છના માનદમંત્રી પદે હરેશ સંગતાણી તથા જોઈન્ટ સેક્રેટરી પદે રાજકોટ ડીસ્ટી. સ્ટેટના મંત્રી હિરેન મહેતા (મો.૯૪૨૬૧ ૬૫૨૮૩)ચૂંટાયેલ છે.

હિરેન મહેતા નેશનલ ટેબલ ટેનીસના પ્લેયર છે અને રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ટેબલ ટેનીસને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરી રહેલ છે. તેમની આ નિમણુંકથી ટેબલ ટેનીસ ખેલાડીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

આ ચૂંટણીની પ્રક્રિયા ટીટીઈઆઈના એડવાઈઝર  ધનરાજ ચૌધરી અને વાઈસ પ્રેસીડન્ટ વિરેન્દ્ર નાણાવટી દ્વારા કરવામાં આવેલ.

(3:44 pm IST)