Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદના પિરાણા બ્‍લાસ્‍ટ કેસમાં ફેક્‍ટરી માલિકને એનજીટીએ 5 કરોડનો દંડ ફટકાર્યો

અમદાવાદ: શહેરના પીપળજ રોડ પર આવેલી પીપળજની રેવાભાઈ અને નાનુભાઈ એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમિકલ બ્લાસ્ટને કારણે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં બ્લાસ્ટથી ધાબા અને શેડ તૂટી જવાથી 12 લોકોના મોત થયા હતાં અને 10 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જેમાં NGTએ મોટી કાર્યવાહી કરી છે. NGTએ ફેક્ટરીના માલિકને 5 કરોડનો દંડ ફટકાર્યો છે.

અત્રે નોંધનીય છે કે, આ મામલે નિવૃત્ત હાઇકોર્ટના જજની 6 સભ્યોની તપાસ સમિતિ પણ બનાવાઇ છે. NGTએ આદેશ આપતા જણાવ્યું કે, જો માલિક રૂપિયા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો સરકાર મિલકત જપ્ત કરે. જવાબદારો સામે પગલાં ભરવા મુખ્ય સચિવને આદેશ અપાયો. ઘાયલોને રૂપિયા 5 લાખ ચૂકવવા તેમજ 10 જ દિવસમાં રૂ. 5 કરોડ જમા કરવાનો આદેશ અપાયો છે. ફેક્ટરી ગેરકાયદે ચાલી તે માટે પણ જવાબદારો સામે પગલાં ભરવા આદેશ અપાયો. સાથે બે મહિનામાં યોગ્ય પગલાં ભરવા અને રિપોર્ટ ટ્રિબ્યુનલમાં જમા કરવા આદેશ કરાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે નારોલ પોલીસે આ અંગે કેમિકલ બ્લાસ્ટ અને આગના જવાબદાર આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી પણ કરી હતી. પોલીસે રેવાભાઈ એસ્ટેના મલીક પ્રદીપ ભરવાડ, નાનુભાઈ એસ્ટેટના માલીક નાનુ ભરવાડ અને સાહિલ એન્ટરપ્રાઇઝના માલીક હેતલ સુતરીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

નારોલ પાસે આવેલા રાણીપુર ગામમાં શાંતુ માસ્ટરની ચાલીમાં રહેતાં આશિષ યુનુસભાઈ ક્રિશ્ચિયન (30)એ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં આશિષના જણાવ્યા મુજબ પીપળજ પાવર હાઉસ સામે આવેલી કનિકા ફેશન નામની કાપડની કંપનીમાં તેની માતા રાગીણીબહેન નોકરી કરતા હતાં.

(4:42 pm IST)