Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદના નોબરનગરમાં પતિને આફ્રિકા જવાનું હોવાથી પત્ની પાસેથી દહેજ પેટે સાત લાખ માંગી ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના નોબરનગરમાં રહેતી પરિણીતાના પકિને આફ્રિકા જવું હોવાથી તેના પિયરમાંથી સાત લાખ દહેજ લઈ આવવા જણાવીને ત્રાસ આપતા સાસરીયા વિરૂદ્ધ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તે સિવાય પરિણીતાને ચુડેલ વળગી છે કહીને ભુવા પાસે વિધી કરાવી પરેશાન કરતા હતા.

સૈજપુર બોઘામાં રહેતા ઉર્મિલાબહેન ઉર્ફે પ્રિતીબહેન(29)ના લગ્ન 2014માં નોબલનગરમાં આલોક ટેનામેન્ટમાં રહેતા પિયુષકુમાર એમ.શર્મા સાથે થયા હતા. લગ્નસમયે ઉર્મિલાબહેનને તેમના પિતાએ કરિયાવરમાં પાંચ લાખ આપ્યા હતા.તે સિવાય દાગીના અને કપડા આપ્યા હતા.

(6:47 pm IST)