Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વડોદરા:પાદરા તાલુકાની કંપનીમાં 23 લાખની કિંમતના દવાના ઉત્પાદનમાં ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી

પાદરા:તાલુકામાં રણુંથી મહુવડ રોડ પર આવેલી ઇપ્કા લેબોરેટરીઝ લિમિટેડ કંપનીમાંથી રૃા.૨૩ લાખ  ઉપરાંતની કિંંમતના કિલો ૩૬૦ ગ્રામ સિલોડોસીન એપીઆઇ પાવડર તેમજ ૧૦૦ કિલો લોસારટન પોટેશિયમ પાવડરની ચોરી થતા પાદરા પોલીસે તપાસ આરંભી છે. મોટી કિંમતના ફાર્માસ્યુટિકલ મટિરિયલના જથ્થાની કંપનીમાંથી સિફ્તપૂર્વક ચોરી થતા પાદરા પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લીધી છે.

પાદરા તાલુકાની ઇપ્કા લેબોરેટરીઝ લિમિટેડ કંપનીના ગોડાઉનમાંથી સિલોડોસીન એપીઆઇ તેમજ લોસારટન પોટેશિયમ પાવડરની ચોરીની ઘટનામાં પોલીસે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની પણ સઘન પૂછપરછ હાથ ધરી છે. કંપનીમાં કામ કરતો કોઈ જાણભેદુ કર્મચારી ચોર હોવાની પ્રબળ સંભાવનાં છે. કંપનીના વેરહાઉસની બારી ઉપર લગાવેલ નેટ અને જાળી કાપીને વેરહાઉસમાં પ્રવેશી ચોરીની ઘટનામાં કંપનીના સિક્યુરિટિ ગાર્ડ પણ શંકાના દાયરામાં આવી ગયા છે.

(6:50 pm IST)