Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગાંધીનગર નજીક પોલીસ જવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.15 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેરના સે-ર૩માં રહેતા અને સચિવાલય સલામતી શાખામાં ફરજ બજાવતાં પોલીસ જવાનના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી .૧પ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

ગાંધીનગરમાં શિયાળાના પગરવની સાથે તસ્કરોએ પણ પગ મુકી દીધા છે. સેકટરોના બંધ મકાનો તસ્કરોના નિશાન ઉપર આવી ગયા છે ત્યારે શહેરના સે-ર૩માં બ્લોક નં.૧૦૯/ -ટાઈપ ખાતે રહેતા અને નવા સચિવાલય બ્લોક નં.૮માં સલામતી શાખામાં પીએસઓ તરીકે ફરજ બજાવતાં મયુરકુમાર મુકુંદરાય રાવલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ગત તા. નવેમ્બરના રોજ તેઓ મકાન બંધ કરીને પરિવાર સાથે શોભાસણ ગામે ગયા હતા. મયુરભાઈ ઘરે પૂજા કરવા માટે આવતા હતા દરમ્યાન તેમના પત્ની પણ ઘરે આવ્યા હતા અને તપાસ કરતાં મકાનના દરવાજાને મારેલું તાળું નહોતુ અને ઘર આગળ મુકેલો ખાટલો પણ જણાયો નહોતો. જેથી તેમણે સંદર્ભે પતિને જાણ કરતાં તેઓ તુરંત ઘરે આવી ગયા હતા અને તપાસ કરતાં ઘરમાં સામાન વેરવિખેર હતો. ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી .૧પ લાખની મત્તાની ચોરી થઈ ગઈ હતી. જેથી તેમની પત્નિ કવિતાબેનની ફરીયાદના આધારે સે-ર૧ પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા દોડધામ શરૂ કરી છે

(6:51 pm IST)