Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગાંધીનગર નજીક દહેગામ-નરોડા હાઇવે પર આધેડને કારે હડફેટે લેતા અકસ્માતનો ગુનો દાખલ

ગાંધીનગર:નજીક દહેગામ-નરોડા હાઈવે ઉપર ગલુદણ ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરના સમયે રીક્ષામાંથી ઉતરીને ગામ તરફ જઈ રહેલા પરઢોલના આધેડને કારે અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. ઘટના અંગે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામ-નરોડા હાઈવે ઉપર પણ કારની અડફેટે આધેડનું મોત નીપજયું છે. સંદર્ભે વડોદરાના લાટ ખાતે રહેતા દીલીપભાઈ બાબુભાઈ નાયકાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બપોરના સુમારે દસક્રોઈના પરઢોલમાં રહેતા તેમના માસા મહેશભાઈ સુરપાલભાઈ નાયકાના ફોન ઉપરથી એક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો હતો અને કહયું હતું કે ફોનવાળા ભાઈને ગલુદણ પાટીયા પાસે અકસ્માત થયો છે જેના પગલે દીલીપભાઈ અને તેમના માતા તુરંત ત્યાં પહોંચ્યા હતા. જયાં તેમને જાણવા મળ્યું હતું કે મહેશભાઈ રીક્ષામાંથી ઉતરીને બહાર નીકળ્યા કે તુરંત દહેગામ તરફથી આવતી જીજે-૦૧-આરએ-૫૩૨૧ નંબરની કારે તેમને અડફેટે લીધા હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. જેથી ડભોડા પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

(6:51 pm IST)