Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરતના ભેસ્તાનમાં કેમિકલ ગોડાઉનમાં આગ ભભૂકી : ઉધનાના મફતનગરમાં ઝૂંપડપટ્ટીમાં આગની ઝપટમાં

ગોડાઉનમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારોમાં ગભરાહટનો માહોલ

સુરતમાં અલગ અલગ બે જગ્યાએ આગ લાગ્યાની ઘટનાઓ સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં કેમિકલ ગોડાઉન અને ઉધના વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે

શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેના લીધે આસપાસના લૂમ્સના કારખાના બંધ કરી દેવાયા છે. ગોડાઉનમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારોમાં ગભરાહટનો માહોલ ફેલાઇ ગયો છે. તો બીજી બાજુ શહેરના ઉધના વિસ્તારના મફતનગરમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગી છે. જેમાં ત્રણ ઝુપંડાઓ આગની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટના શહેરના રોડ નંબર 10 પરની છે. જાણવા મળી રહ્યું છે કે, ફટાકડા ફોડતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

(8:10 pm IST)