Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિવાળીની નીકળેલી લેવાલીના લીધે બુલિયન મર્કટેમાં રોનક :સોના ચાંદીના ભાવમાં વધારો

અમદાવાદ : દિવાળીની લેવાલી વધતા સોનાના વધારો થયો હતો, જ્યારે ચાંદી સ્થિર હતી. છેલ્લા દિવસે નીકળેલી લેવાલીના લીધે 99.9 શુદ્ધતા ધરાવતું સોનું પ્રતિ દસ ગ્રામે 200 રૂપિયા વધી 52,300-52,800 થયું હતું. જ્યારે 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ તેટલો જ વધીને 52,100-52,600 થયો હતો. હોલમાર્કવાળા સોનાનો ભાવ 51,745 પર હતો. ચાંદી ચોરસાનો ભાવ 62,500-63,500 રહ્યો હતો અને ચાંદી રૂપુનો ભાવ 62,300-63,300 થયો હતો. જૂના સિક્કાનો ભાવ 575-775 પર સ્થિર હતો

   રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 241 રૂપિયા વધીને 50,425 થયો હતો. ધનતેરસ અને દિવાળીના પવિત્ર દિવસને લઈને સોનાની ખરીદી વધી હતી. ગઇકાલના કારોબારના અંતે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 50,184 પર બંધ આવ્યો હતો. હાજર ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામે 161 રૂપિયા વધીને 62,542 થયો હતો.

  ધનતેરસને સોનુ, ચાંદી અને અન્ય મૂલ્યવાન સામગ્રી ખરીદવા માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે. વૈશ્વિક બજારમાં સોનામાં પ્રતિ ઔંસ 1,880 ડોલરના ભાવે સોદા પડતા હતા અને હાજર ચાંદી પ્રતિ ઔંસ 24.32 ડોલર પર હતી

(8:16 pm IST)