Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદીઓને મોટી રાહત: દિવાળી પર્વે પાંચ દિવસ ટ્રાફિક પોલીસ દંડની વસુલાત નહિ કરે

નાગરિકોને દંડના નામે રંજાડશે નહીં.પણ સમજાવશે અને ગાઇડ કરશે

અમદાવાદ : દિવાળીના પર્વ પર અમદાવાદીઓને રાહતના સમાચાર છે. કોરોનામાં લોકો આરામથી ઉજવણી કરી શકે તે માટે શહેર ટ્રાફિક પોલીસ 5 દિવસ નાગરિકોને દંડના નામે રંજાડશે નહીં. બલકે સમજાવશે અને ગાઇડ કરશે

   કોરોના મહામારીને કારણે રાજ્યમાં ઘણાં વેપારીઓના ધંધા ઠપ્પ થઇ ગયા છે. ત્યારે કેટલાંક લોકોની નોકરીઓ પણ ચાલી ગઇ છે. ત્યારે એવા મંદીના માહોલમાં લોકોને દિવાળી પર રાહત મળી રહે તે હેતુસર ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે. દિવાળીના માહોલમાં જનતાની ભીડ જામતા ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહીથી લોકોમાં આક્રોશ હતો. જેને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે

  શહેર ટ્રાફિક પોલીસના DCP તેજસ પટેલના જણાવ્યાં અનુસાર, “ટ્રાફિક પોલીસ જનતાને દંડ કરવાને બદલે નાગરિકોને સમજાવશે. લોકોને ગાઇડ કરશે. પરંતુ તહેવારોમાં ટ્રાફિકની ભીડ ના સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ સક્રીય પણ રહેશે. એકંદર તહેવારો દરમ્યાન નાગરિકોને ટ્રાફિક દંડમાંથી મુક્તિ મળશે. બીજી બાજુ શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓને પાંચ દિવસ રજા નહીં લેવાની સૂચના અપાઇ છે

(8:21 pm IST)