Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિસદ દ્વારા યોજાયેલી રંગોળી સ્પર્ધામાં 23 એન્ટ્રીઓ મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના, લોકડાઉનમાં દિવાળી જેવો મોટો પર્વ પણ આ વર્ષે ફિકો જણાઈ રહ્યો છે લગભગ 6 મહિનાથી લોકો ઘરમાં કેદ થઈ ગયા હોય ઉપરાંત દિવાળી જેવા મોટા પર્વમાં લોકો બહાર પ્રવાસે પણ જઈ જોખમ લેવા માંગતા ન હોવાથી પ્રવાસ પર જવાનું પણ ટાળ્યું છે ત્યારે રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ હેમાબેન ગાંધી અને સેક્રેટરી શિવાનીબેન મહેતા એ ઘર આંગણે પાડેલી દિવાળી ની રંગોળી માટે એક સ્પર્ધાનું આયોજન કરી લોકોનો ઉત્સાહ અને જોશ વધારવાનું આયોજન કર્યું હતું .જેમાં ધનતેરસના દિવસે અવનવી રંગોળી બનાવનારના આંગણે નિરીક્ષકો નિરીક્ષણ કરી સૌથી સારી રંગોળી બનાવનારને વિજેતા જાહેર કરી પ્રોત્સાહિત કરવામાં આવશે ની જાહેરાત બાદ આજે કુલ 23 સ્પર્ધકોની રંગોળીનું નિરીક્ષણ કરી આ એન્ટ્રીઓની તસવીરો લઈ 3 જજમાં ગીતાંજલી બેન કનોજીયા,હિતેષાબેન પુરોહિત અને હંસાબેન શાહ દ્વારા ફાઇનલ વિજેતા જાહેર કરાશે.

(12:32 am IST)