Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વલસાડ સિટી પોલીસે વૃદ્ધો સાથે ભોજન લઈ દિવાળી ઉજવી

-દિવાળી પર ગરીબ બાળકોને અને નિરાધારોને મદદ કરવા ડીએસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પોલીસને અપીલ કરી હતી.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ : દિવાળીના તહેવાર દમિયાન પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા મિઠાઇના બોક્સ અને ભેંટ સોગાદો આપવાના બદલે  પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારના ગરીબ બાળકો અને નિરાધારોને ખુશ કરવા1 વલસાડ ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ પોલીસ અધિકારીઓને અપિલ કરી હતી. જેના પગલે વલસાડ સિટી પોલીસે ધરાસણા ચિલ્ડ્રન હોમમાં જઈ બાળકોને મીઠાઈ ખવડાવી હતી અને ત્યારબાદ તેઓ અટાર વૃદ્ધાશ્રમમાં ગયા હતા અને ત્યાં વૃધ્ધો સાથે જમ્યા હતા.

 સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ, કોન્સ્ટેબલ રાજકુમાર તેમજ અનેક પોલીસકર્મીઓ આજરોજ ધરાસણાના ચિલ્ડ્રન હોમના બાળકો અને અટાર વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી પોલીસની માનવતા ભરી છબીના દર્શન કરાવ્યા હતા.

(12:39 am IST)