Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

વાપી પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપે 11 વોર્ડની 44 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા:અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું: ઘણા જુના જોગીઓની ટિકિટ કપાઈ

આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ : કાલે ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો ફોર્મ ભરશે

વાપી :રાજયની વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી 28મી નવેમ્બર રોજ યોજાવાની છે. તેના માટેના ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલ તા. 13મી નવેમ્બરથી શરૂ થશે. જેથી ભાજપ દ્વારા આજે વાપી નગરપાલિકાની 11 બેઠકોની 44 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાશે. જયારે આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકાની, જૂનાગઢના માંગરોળ નગરપાલિકા તથા જામનગર જિલ્લાના કાલાવાડ નગરપાલિકાની એક-એક બેઠકોની મળીને કુલ ત્રણ બેઠકોની પેટાચૂંટણી યોજાશે.

જયારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા પંચાયતની સામાન્ય ( સ્ત્રી ) અને હારીજની અનુસૂચિત આદિજાતિની એક-એક બેઠક ઉપરાંત મહેસાણાના ખેરાલુ તાલુકા પંચાયતની બિન અનામત સામાન્ય, છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતની અનુસૂચિત જાતિ, સુરતના મહુવા તાલુકા પંચાયતની અનુસૂચિત આદિજાતિ અને સાબરકાંઠાના ખેડબ્રહ્યા તાલુકા પંચાયતની અનુસૂચિત આદિજાતિની બેઠક મળીને કુલ છ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે.

રાજય ચુંટણી ચૂંટણી પંચે જાહેર કરેલા ચૂંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આવતીકાલે 13મી નવેમ્બર છે. જયારે ઉમેદવારી પત્રોની ચકાસણી 15મી નવેમ્બરના રોજ થશે. અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની 16મી નવેમ્બર છે. જયારે મતદાનની તા. 28મી નવેમ્બરના રોજ મતદાન થશે. મત ગણતરીની તા. 30મી નવેમ્બર રહેશે.

(9:52 pm IST)