Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સાંસદ મનસુખભાઇ વસાવાએ જિલ્લા પ્રભારી પૂર્ણૅશભાઈને જીલ્લાના અગત્યના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા લખ્યો પત્ર

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણૅશભાઈ મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, રાજપીપલા ખાતે જિલ્લા સંકલન મિટિંગ યોજવામાં આવી, જેમાં નર્મદા જીલ્લાના વિવિધ પ્રજાલક્ષી અગત્યના પ્રશ્નો બાબતે પ્રભારી મંત્રીને સાંસદ મનસુખભાઇ એ લેખિત રજુઆત કરી હતી

આ રજુઆતમાં....
( ૧ ) રાજપીપલા એન્જીનીયરીંગ કોલેજ બિલ્ડીંગના અભાવે છેલ્લા ૧૦ વર્ષથી ભરૂચ જિલ્લાની જે.પી. કોલેજમાં ચાલે છે ( ૨ ) રાજપીપલા બાયપાસ વડોદરા પોઈચા થઈને આવતો રસ્તો રાજપીપલામાં થઈને પસાર થાય છે , જેના કારણે ભારે ટ્રાફિકજામ થાય છે. ( ૩ ) સ્ટેસ્યુ ઓફ યુનિટી થી ભરૂચ અંકલેશ્વર તરફ જતો સ્ટેટ હાઈવે રસ્તો તવડીથી સુધી રસ્તાનું કામ છેલ્લા ૨૦ વર્ષથી ખોરંભે પડયુ છે ( ૪ ) રાજપીપલા સરકારી હાઈસ્કુલમાં ફાયર સેફટીના કારણે સ્કુલને સીલ મારવામાં આવી છે , તેના કારણે આ સ્કુલના વિધાર્થીઓ સ્કુલની બહાર અભ્યાસ કરે છે( ૫ ) નર્મદા જિલ્લાની રાજપીપલા હાઈસ્કુલ તથા કેવડીયા હાઈસ્કુલમાં સાયન્સ પ્રવાહમાં પૂરતો સ્ટાફના અભાવે બન્ને હાઇસ્કુલમાં સાયન્સ પ્રવાહ બંધ થવાની સંભાવના છે ,( ૬ ) રાજપીપલાના આસપાસના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ ગુણવતા વાળુ શિક્ષણ ન મળવાના કારણે આ વિસ્તારના બાળકો જાનના જોખમે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે જાય છે,( ૭ ) કેવડીયાના કુલ ૦૬ ગામો તથા સ્ટેસ્યુ ઓફ યુનિટીના વિયર ડેમના અસરગ્રસ્તો રોજગાર ધંધાથી વંચિત છે , તો તેવા લોકોને સ્થાનિક પ્રોજેકટોમાં રોજગારી મળે તેવી કાર્યવાહી કરવી ( ૮ ) રાજપીપલા કરજણ નવા બ્રિજથી સ્માશાન સુધીના કિનારાની પાસે આવેલ રસ્તો તથા કેટલાક ખેડુતોની જમીનનું ભારે ધોવાણ થયુ છે , માટે પ્રોટેકશન વોલ બનાવાની દરખાસ્ત સરકારમાં પેન્ડીંગ છે , તેને તાત્કાલીક ધોરણે મંજુરી આપી પ્રોટેકશન વોલ બનાવવા યોગ્ય ઘટતુ કરશોજી . ( ૯ ) રાજપીપલા શહેરને શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા માટે કરજણ પ્લાન્ટ જીતનગર પાસે કુલ- ૩૩ કરોડ રૂપીયાના ખર્ચે બનાવેલ છે , તે આજે બંધ હાલતમાં છે , તો તેમને તાત્કાલીક ધોરણે ચાલુ કરવા યોગ્ય ઘટતુ કરશોજી . ( ૧૦ ) રાજપીપલા સિવિલ હોસ્પિટલ તથા ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત ડોકટરોનો સ્ટાફ ન હોવાથી લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , જેના કારણે આ વિસ્તારના લોકો સારવાર માટે વડોદરા તથા સુરત ખાતે સારવાર કરાવવા જાય છે , તેથી તાત્કાલીક ધોરણે રાજપીપલા સિવિલ હોસ્પિટલ તથા ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની નિમણૂંક કરવામાં આવે તે માટે યોગ્ય ધટતુ કરવા આ પત્રમાં રજુઆત કરવામાં આવી છે.

(9:59 pm IST)