Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારીમાં રાજકોટના હર્ષિત કાવરનો સમાવેશ

રાજકોટ તા. ૧૩: ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત થઇ છે.જેમાં મોરચાના કારોબારી સભ્યોમાં રાજકોટના યુવા તરવરીયા અગ્રણી કાર્યકર હર્ષિત કાવર (પટેલ)ની પણ નિમણુંક થતાં મિત્રો-સ્નેહીજનો-કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. હર્ષિત કાવર બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે અને પોતે એન્જિનીયર હોવા સાથે આરએસએસના સક્રિય કાર્યકર પણ છે. પક્ષ પ્રત્યે સતત વફાદારી અને લોકસેવાના કાર્યોમાં સતત અગ્રેસર રહેતાં હર્ષિત કાવરનો ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારી સમિતીમાં તેમનો સમાવેશ થતાં સતત શુભેચ્છાઓ મળી રહી છે. નોંધનીય છે કે રાજકોટ જીલ્લામાંથી હિતેષ હુંબલની પસંદગી થઇ છે. 

(4:12 pm IST)