Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ખેડબ્રહ્મા શહેરના ભરચક વિસ્તારમાં પાન પાર્લરમાં બે ગઠિયા લોકોની નજર ચૂકવી પૈસા ભરેલ બેગ ઉઠાવી છુમંતર....

ખેડબ્રહ્મા:શહેરના ભરચક વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક તેમજ એલઆઈસી ઓફીસની બાજુમાં દિપકભાઈ રાવલનું પાન પાર્લર આવેલું છે. ત્યાં રાધીવાડ ગામના રિટાયર્ડ શિક્ષક અળખાભાઈ મૂળાભાઈ વણકરે ધિ આંબેડકર શરાફી મંડળી ખેડબ્રહ્મા ડીવીડન્ડ ચૂકવવા સેક્રેટરીએ ચેક આપ્યો હતો. તે ચેક વટાવવા સાબરકાંઠા બેંકમાં ૩.૩૦ વાગે વટાવીને રૂ. ૨,૫૧,૪૮૦ લઈને અળખાભાઈ દિપકભાઈના પાન પાર્લર ઉપર આવ્યા હતા અને ત્યાં રૂપિયા ભરેલી થેલી મુકવા આપી હતી. અને હું બાથરૂમ જઈને આવું છું તમે સાચવજો તેમ કહીને ગયા હતા પાન પાર્લર ઉપર અજાણ્યા બે શખ્સો આશરે ૨૨ વર્ષની ઉંમરના ઉભા હતા તે દિપકભાઈ પાસે થમ્સપની માંગણી કરતા તે આપવા જતા નજર ચૂકવનીને પૈસા ભરેલી થેલી ઉઠાવીને નાસી ગયા હતા.

અળખાભાઈએ તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આજુબાજુના ગામડાઓમાં તપાસ હાથ ધરી હતી. ભર બજારમાં આટલી મોટી રકમની ચોરી થતા લોકોના ટોળા વળ્યા હતાં.

(4:59 pm IST)