Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

નડિયાદ કોલેજ રોડ વિસ્તારમાં અગમ્ય કારણોસર યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર

નડિયાદ : નડિયાદ કોલેજ રોડ વિસ્તારમાં રહેતા એક યુવાને ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. યુવાને કયા કારણસર આપઘાત કર્યો છે તે અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. નડિયાદ શહેરમાં કોલેજ રોડ વિસ્તારમાં કિશન સમોસાના ખાંચામાં ચોકસી પરિવાર રહે છે. ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યાના સુમારે પરિવારના એક યુવાન (ઉં.વ, ૧૭ વષ)ર્ એ કોઈ કારણસર ગળે ફાંસો ખાધો હતો.આ બનાવની જાણ થતાં યુવાનને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યોે હતો. આ યુવાને કયા કારણસર આપઘાત કર્યો તે અંગે અનેકવિધ અટકળો થઇ રહી છે. 

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા નડિયાદ ટાઉન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:01 pm IST)