Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

વડોદરા જિલ્લામાં 12 વર્ષીય બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચરનાર બે સંતાનના નરાધમ પિતા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: જિલ્લાના એક ગામમાં રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું છે  કે,વાઘોડિયામાં રહેતી આશાબેને ભાવનગરના સુરેશ વસ્તાભાઇ રાઠોડિયાને છેલ્લા દશ વર્ષથી પતિ તરીકે રાખ્યા છે.તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.ગત તા.૧૧ મી એ સવારે આઠ વાગ્યે મારા પતિ લાકડાના પીઠા પર મજૂરી કરવા માટે ગયા હતા.અને હું રસોઇ બનાવી અમારા ગામના અન્ય લોકો સાથે કપાસ વીણવા માટે રામપુરા ગામની સીમમાં ગઇ હતી. ઘરે મારી ૧૨ વર્ષની  દીકરી,સાસુ તેમજ અન્ય બાળકો હતા.હું મારી દીકરીને દુકાનેથી તુવેરની દાળ લઇ આવી દાળ બનાવવાનું કહીને ગઇ હતી.સાંજે પાંચ વાગ્યે હું મજૂરીએથી પરત ઘરે આવી હતી.ત્યારે મારી દીકરીએ ચૂલા  પર દાળ મુકી હતી.અને મોંઢુ નીચું રાખીને રડતી હતી.મેં તેને શાંતિથી પૂછતા તેણે જણાવ્યું હતું કે,હું બપોરે ત્રણ વાગ્યે ઘરમાંથી ૫૦ રૃપિયા લઇને તુવેરની દાળ લેવા ગઇ હતી.હું દાળ લઇને  ઘરે પરત આવતી હતી.ત્યારે સુરેશ ફુવા મારી પાસે આવી મારૃં મોંઢુ  દબાવીને  ખેંચીને ઘરમાં લઇ  ગયા હતા.બકરાવાળા રૃમમાં લઇ જઇ મને જમીન પર સુવડાવીને મારી સાથે દુષ્કર્મ કર્યુ હતું.મને લોહી નીકળવા લાગ્યું હતું.મને બહુ દુખાવો થતા તેને ધક્કો મારીને ભાગીને ઘરે આવી ગઇ હતી.

મારી દીકરીના કપડા લોહીવાળા હતા.હું તથા મારા સાસુ સુરેશને ઘરે કહેવા ગયા હતા.તે મોંઢુ નીચું કરીને બેસી રહ્યો હતો.અને કશું બોલતો નહતો.ઉલ્લેખનીય છે કે,આરોપીએ ધમકી આપી હોય.જે તે સમયે પરિવાર ગભરાઇ ગયો હતો.પરંતુ,ત્યારબાદ પાદરા અભયમ ટીમે પરિવારનો સંપર્ક કરી ન્યાય અને રક્ષણી ખાતરી  આપી હતી.અને બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે

(5:04 pm IST)