Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

વડોદરા: કરવાના ભણે હવસખોર શખ્સે કારમાં લઇ જઈ દુષ્કર્મ આચરતા ફરિયાદ

વડોદરાઃ સાબરમતી જેલમાં રહેલા વડોદરાના એક આરોપીની પત્નીને આર્થિક મદદ માટે આવેલા ગાંધીનગર નજીક કલોલના હવસખોરે કારમાં લઇ જઇ દુષ્કર્મ આચરતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પીડિતાએ પોલીસને કહ્યું છે કે,મારા પતિ જેલમાં હોવાથી તેમણે જમીનના કેસના સાથી કેદી રણછોડ અંબાલાલ પટેલને આર્થિક મદદ માટે કહ્યું હતું.જેથી આરોપી રણછોડ પટેલે તેના પુત્ર લાલાને રૃ.૧૫ હજાર વડોદરા મોકલી આપવા કહ્યું હતું.પરંતુ લાલાએ આ રકમ બેન્ક મારફતે જમા થાય તેમ નહીં હોવાનું કહી તા.૧૦મીએ સાંજે પોણા છ વાગે પીડિતાને દશરથ ગામ પાસે બોલાવી હતી. પીડિતા તેના સંતાનોને લઇ સ્કૂટર પર પહોંચી ત્યારે લાલાએ કહ્યું હતું કે,કેશ લેવા એટીએમમાં જવું પડશે.તારા સંતાનને સ્કૂટર  પર બેસાડી રાખ.આપણે કેશ ઉપાડીને આવીએ છીએ.ત્યારબાદ લાલો મહિલાને કારમાં એટીએમને  બદલે નજીકના અવાવરૃ સ્થળે લઇ ગયો હતો અને ત્યાં જબરદસ્તી  દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારપછી પણ તેણે પીડિતાને જવા નહીં દેતાં અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતાં પીડિતાએ મારે ઘેર કોઇ છે નહીં તેમ કહી લાલાને ઘેર લઇ જવાના બહાને પકડાવી દેવા પોલીસનું છટકું ગોઠવ્યું હતું.પરંતુ લાલો પોલીસને થાપ આપી ફરાર થઇ ગયો હતો.આ અંગે  પીડિતાએ પોલીસ ફરિયાદ કરતાં છાણી પોલીસે લાલા રણછોડ પટેલ (કલોલ, ગાંધીનગર) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(5:05 pm IST)