Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કોંગ્રેસ જન જાગરણ અભિયાન સાથે સરકારના નિષ્ફળ શાસનની પોલ ખોલશે : અમિતભાઈ ચાવડા

"અચ્છે દિન બહોત હુઈ મહેંગાઈ કી માર" જેવા સૂત્રો દ્વારા ભ્રામકતા ઉભી ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપિંડી કરી : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

અમદાવાદ : કોંગ્રેસ પક્ષ જન જાગરણ અભિયાનથકી પ્રજાના જાગૃતિની સાથે સાથે સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ જણાવેલ છે.

મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહેલ પારાવાર મુશ્કેલીઓ અને સરકારની નેષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવનાર જન જાગરણ અભિયાનઅંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રજાવિરોધી, ભ્રષ્ટ અને અણઘડ ભાજપ શાસનમાં ગુજરાતનો સામાન્‍્ય-મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ગુજરાતના લાખો યુવાનો બેરોજગાર છે. બહુત હુઈ મહેંગાઈ કી માર' જેવા રૂપકડા ભ્રામક સુત્રો આપીને ભાજપ સરકારે સત્તા મેળવી છે. પરંતુ આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવ ૧૦૦ને આંબી ગયા છે, સી.એન.જી., પી.એન.જી.ના અધધ ભાવ વધારાને કારણે ગુજરાતની મહિલા - ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ગુજરાતમાં છેલ્લા ૧ વર્ષમાં ૮૦૫૦ લોકોએ આત્મહત્યા કરી છે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૪મી નવેમ્બર, ૨૦૨૧ના રોજથી ૨૯ નવેમ્બર સુધી જન જાગરણ અભિયાનઅંતર્ગત રાજ્યનાં 33 જીલ્લા અને ૮ મહાનગરો ઘરે ઘરે જઈ પત્રિકાઓ-સંવાદનાં માધ્યમથી પ્રજાકીય પ્રશ્નોની જાગૃતિની સાથે સાથે સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરવામાં આવશે. "જન જાગરણ અભિયાનમાં રાજસ્થાનનાં આરોગ્ય મંત્રીશ્રી અને ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારીશ્રી રઘુ શર્માજી સહિત પ્રદેશનાં તમામ વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને ફન્ટલનાં વડાશ્રીઓ સ્થાનિક પ્રજાજનો - યુવાનો, મહિલાઓને સાથે રાખીને મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટને ઉજાગર કરવા ભાજપના સાંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, મંત્રી મંડળના સભ્યોનાં ઘરે જઈ લોકોની માંગણી- લાગણીને રજુ કરવામાં આવશે. ગુજરાતનાં ૫૨૦૦૦ કરતા વધુ બુથ ઉપર સંપર્ક કરવામાં આવશે.

ગેસ, ખાદ્ય અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના સતત ભાવ વધારાથી સામાન્ય મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવાનુ મુશ્કેલ બની ગયું છે. મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી મારજેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (૦), ડીઝલ (3), પેટ્રોલ (2૩) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. પેટ્રોલ પર ૨૫૦ ટકા અને ડીઝલ ઉપર ૮૨૪ ટકા એક્સાઈઝ ડ્યુટીની ઉઘાડી લુંટ અને ઉદ્યોગપતિઓનો કોર્પોરેટ વેરો 30 ટકાથી ઘટાડીને ૨૨ ટકા કરી આપ્યો જેથી સરકારની મહેસુલ આવકમાં ૧.૪૫ લાખ કરોડનો ઘટાડો થયો. એક તરફ પોતાના મળતિયા - ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની રાહત અને બીજી બાજુ દેશની સામાન્ય - મધ્યમવર્ગના ખિસ્સામાંથી રપ લાખ કરોડની સિસ્ટમ qe” આ છે ભાજપાની કરણી, કથની અને સુશાસનની વ્યાખ્યા. પેટ્રોલ ડીઝલના અંતરરાષ્ટ્રીય ભાવ તળીયે હોવા છતાં ભારતમાં પેટ્રોલ - ડીઝલના ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટ, ખાદ્ય પદાર્થો અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારાથી સામાન્ય પ્રજા બેહાલ બની છે.

ભારતમાં ૨૦ કરોડ લોકોને પુરતુ અન્ન મળતું નથી. બેરોજગારી દર ૪૫ વર્ષમાં સૌથી ઉંચો છે. કુપોષણમાં સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમાંક ઉપર છે. ગુજરાતમાં ૩.૨૪ લાખ બાળકો કુપોષિત છે. ગુજરાત અને દેશનું આર્થિક ચિત્ર ચિંતાજનક છે. આ તમામ મુદ્દાઓ પ્રજા સમક્ષ લઈ જવા માટે જન જાગરણ અભિયાન દ્વારા કોંગ્રેસ પક્ષ લોકસંપર્ક કરશે. 

(7:57 pm IST)