Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

વડતાલ ધામમાં શ્રીહરિએ બાંધેલ કાર્તિકી સમૈયાનો સંત-મહંતો અને હરિભક્તોની હાજરીમાં પ્રારંભ થયો

વડતાલ જ્ઞાનબાગ ખાતે માણકીઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે પોથીયાત્રાનો બેન્ડ-વાજાની સૂરાવલી સાથે પ્રારંભ: શણગારેલા ટ્રેક્ટરોમાં સંતો બિરાજ્યા

વડતાલ: અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં શ્રીહરિએ બાંધેલ કાર્તિકી સમૈયાનો સંત-મહંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.સવારે વડતાલ જ્ઞાનબાગ ખાતે માણકીઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે પોથીયાત્રાનો બેન્ડ-વાજાની સૂરાવલી સાથે પ્રારંભ થયો હતો.શણગારેલા ટ્રેક્ટરોમાં સંતો બિરાજ્યા હતા. જ્ઞાનબાગ ખાતે સ્વાગત પ્રવચનમાં કોઠારી ડો. સંત સ્વામીએ ઉપસ્થિતિ હરિભક્તોએ જ્ઞાનનબાગની પવિત્ર ભૂમિનો મહિમા વર્ણવ્યો હતો. અને કાર્તિકી સમૈયાના બુવા ગામના અને હાલ બોસ્ટન (યુ.એસ.એ) રહેતા મુકુંદ ભાઈ પટેલ પરિવાર આજે ધન્ય થયો છે.

આ શોભાયાત્રા વડતાલના રાજમાર્ગો પર ફળી મંદિરમાં આવતા ઠાકોરજી અને પોથીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી, શા. ધર્મપ્રસાદદાસજી, પૂ. બાલાકૃષ્ણ સ્વામી, પૂ. શુકદેવ સ્વામી (નાર) પૂ. શાસ્ત્રી સૂર્યપ્રકાશદાસજી, બ્રહ્મચારી પ્રભુતાનંદજી, પાર્ષદ લાલજીભગત (જ્ઞાનબાગ) વગેરેના હસ્તે કાર્તિકી સમૈયા સમારંભનું અનાવરણ કરવામાં આવ્યું હતું. યજમાન મુકુંદભાઈ પટેલ તથા પરિવારના સભ્યોએ પોથીજી અને વક્તાશ્રીનું પૂજન કર્યું હતું.

દીપ પ્રાગટ્ય પછી પૂ. જ્ઞાનપ્રકાશદાસજી (ગાંધીનગર), પૂ. ધર્મપ્રકાશદાસજી, પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીના મંગલપ્રવચન બાદ શ્રી પુરૂષોત્તમચરિત્ર કથાના વક્તા પૂ. ઈશ્વરચરણદાસજી સ્વામીએ કથાનો પ્રારંભ કર્યો હતો.

200 વર્ષથી ચાલી આવતી પરંપરા કાર્તિકી સમૈયો છે. શ્રી પુરૂષોત્તમચરિત્ર ગ્રંથ મહારાજના અંર્તઘાન થયા પછી 54 વર્ષે આ ગ્રંથ ગુજરાતના કવિ લતપરતામે લખ્યો છે. શ્રીહરિના પ્રાર્દુભાવથી લઈને અંર્તઘાન સુધીની કથાનું વર્ણન આ ગ્રંથમાં આવે છે. સંસારનું સુખ કદી સ્થિર હોતું નથી. સંસારના સુખમાં આઘાત લાગે. સંસારનું સુખ વાદળાની ઘટા જેવું છે. એ ક્યારેય રહેવાનું નથી. જેથી ભગવાનની ભક્તિ અખંડ છે. યુવાની ક્યારેય સ્થિર રહેતી નથી. સજ્જન પુરૂષો, સાચા સંતો મોટાઇ પામ્યા પછી નમ્ર બને છે. દારૂના કેફ કરતા સત્તાનો સો ગણો કેફ આવે છે. માણસને સન્માન-પ્રતિષ્ઠા અને હોદ્દાનો કેફ આવે છે.

 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ કર્યું હતું. સમગ્ર પોથીયાત્રાની વ્યવસ્થા પૂ. શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી.

આ પ્રસંગે સંપ્રદાયના સંતો-મહંતો અને હરિભક્તોની કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

(9:12 pm IST)