Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જાણો T20 ક્લબ ક્રિકેટની ૧૦મી વિકેટની પાર્ટનરશિપના વર્લ્ડ રેકોર્ડ વિશે? આજે 4 થી વર્ષગાંઠ

ક્લબ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ 10મી વિકેટની ભાગીદારીની આ 4થી વર્ષગાંઠ છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 13 નવેમ્બર 2017 માં બલેનો આ રેકોર્ડ, આજે 4થી વર્ષગાંઠ છે. વેલિયન્ટ ક્રિકેટ ટીમ એ ભારતની ખૂબ જ પ્રખ્યાત ક્રિકેટ ક્લબ ટિમ છે. 2017ના તેમના નેપાળ ક્રિકેટ પ્રવાસ દરમિયાન, રેસ્ટ ઓફ વેલિયન્ટ ક્રિકેટ ટીમ ત્રણ મેચની T20 શ્રેણી માટે પોખરા XI સામે રમી રહી હતી. જે T20 ક્રિકેટ સિરીઝ 11 થી 13 નવેમ્બર 2017 દરમિયાન રંગશાલા ગ્રાઉન્ડ, પોખરા (નેપાળ) ખાતે રમાઈ હતી.

સિરીઝ ની ત્રીજી મેચમાં T20 કલબ ક્રિકેટ માં  10મી વિકેટની રેકોર્ડ ભાગીદારી નોંધાઇ હતી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા યજમાન પોખરા XI એ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. ઓવર દીઠ આઠથી વધુ રનની સરેરાશથી જીત માટે રેસ્ટ ઓફ વેલીયન્ટ ક્રિકેટ ટિમ ને 167 રનની જરૂર હતી, રેસ્ટ ઓફ વેલીયન્ટ ટિમ 13મી ઓવરના અંત સુધીમાં માત્ર 44 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારે છેલ્લા બેટ્સમેન તરીકે બેટિંગ કરવા આવેલા વિપુલ નારીગરાએ અને તેના ગડગડાટ અભિગમથી માત્ર 16 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન ફટકારી દીધા હતા. અંતે તે 19 મી ઓવરમાં રનઆઉટ થયો અને રેસ્ટ ઓફ વેલિયન્ટ 126 રનમાં ઓલ આઉટ થઈ ગઈ, આમ રેસ્ટ ઓફ વેલીયન્ટ ક્રિકેટ ટિમ 40 રનથી મેચ હારી ગઈ.પરંતુ જે વિપુલ નારીગરા 16 બોલ માં 5 ચોક્કા અને  2 છક્કા સાથે 40 રન સાથે અતુલ ત્યાગી એ 18 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 36* રન સાથે મળીને T20 કલબ ક્રિકેટ ફોર્મેટમાં 10મી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી માટે વિશ્વ-વિક્રમ બનાવી દીધો હતો. બંનેએ છેલ્લી વિકેટ માટે માત્ર 34 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રન જોડ્યા હતા.
એ સમયે  ક્રિકેટ જગત ના ઇન્ટરનેશનલ ક્રિકેટર સુરીન્દર ખન્ના , અજય રાત્રા , જતિન્દર સિંગ  જેવા ક્રિકેટરોએ વિપુલ નારીગરાને ટ્વીટર ના માધ્યમ દ્વારા શુભેચ્છા આપી હતી.

(11:02 pm IST)